‘ઓમ શાંતિ ઓમ’ ‘હેપ્પી ન્યુ યર’ અને ‘ચેન્નાઈ એક્સ્પ્રેસ’ બાદ ફરીવાર આ જોડી એટલેકે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન વધુ એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી સંભાવના છે.
વેલ, આ જોડીને એક સાથે ડાયરેક્ટર ‘આનંદ એલ રાય’ લાવી શકે છે, જેઓ સુપર ડુપર હીટ ‘રાન્જના’, ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રીટર્ન’ બનાવી ચૂકેલ સફળ ડાયરેક્ટર છે. હાલમાં તેઓ શાહરૂખ ખાનની ઓપોઝીટ અભિનેત્રીને શોધી રહ્યા છે.
આનંદ એલ રાય પોતાની અપકમિંગ ફિલ્મની અભિનેત્રી માટે પહેલા કેટરીના અને કંગના રનૌતને પસંદ કરી હતી. જોકે, હમણાં ખબરો એવી છે કે ડાયરેક્ટર દીપિકા પાદુકોણને લેવા માંગે છે. જેથી અંદાજો લગાવી શકાય કે શાહરૂખ ખાન અને બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા ફરીવાર જોવા મળી શકે છે.