દિવાળીની રાતે આ ટોટકા અજમાવવાથી, થાઈ છે બધી સમસ્યાનું સમાધાન

diwali puja | janvajevu.com

દિવાળીની રાતને મહાનીશા માનવામાં આવે છે. દિવાળીની રાતે કરવામાં આવતા ટોટકા અને તંત્ર-મંત્ર નો પ્રયોગ પોતાની પૂરી શક્તિથી કામ કરે છે. એટલા માટે આ દિવસે તંત્ર પ્રયોગ કરવાનું વિશેષ મહત્વ છે. તમે પણ આ દિવસે અત્યંત સરળ અને સાધારણ પણ ખુબજ શક્તિશાળી  દિવાળીના ટોટકાનો પ્રયોગ કરી તમારી ઈચ્છાને પૂર્ણ કરી શકો છે. તો ચાલો જાણીએ આ પ્રયોગ વિષે….

દિવાળીના દિવસે પાંચ પીપળાના પાન તોડીને લાવો. રાતમાં મહાલક્ષ્મીની પૂજા કર્યા બાદ તે પાન પર પનીર કે દૂધથી બનેલ કોઇપણ મીઠાઈઓ રાખીને પીપળાના પાનને અર્પિત કરો તથા પોતાની ઈચ્છા કહો. તમારું કાર્ય જરૂરથી પૂર્ણ થશે.

diwali puja | janvajevu.com

દિવાળીના દિવસે પોતાના પૂર્વજોને જરૂર યાદ કરવા. દિવસમાં તેમનું ક્રિયાકાંડ કરી કોઈ ભૂખ્યા અને ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. તમારા અટકેલા બધાજ કામો તે દિવસથી પુરા થવાના શરુ થાઈ છે.

diwali puja | janvajevu.com

જો તમારે પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું થતું ન હોય તો દિવાળીને દિવસે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું તથા થોડો ગોળ ખરીદીને ગાયને ખવડાવવો. ત્યારબાદ દર શુક્રવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને રવિવારે ગાયને ગોળ પ્રદાન કરવો. આમ કરવાથી બરાબર એક જ વર્ષમાં તમારી પાસે પોતાનું મકાન હશે.

diwali puja | janvajevu.com

જો તમારી ઓફિસે કે વેપારમાં કોઈક કારણથી પ્રમોશન નથી થતું અથવા તમારી સાથે રહેલ લોકોને કારણે તમારું પ્રમોશન થતું નથી તો દિવાળીની રાતે કાચો કપાસ લઈને શુદ્ધ કેસરથી રંગી લેવો. તથા ભાઈ-બીજ પર માતા લક્ષ્મીને યાદ કરતા, તમારા વ્યવહારિક સ્થળમાં બાંધી દ્યો. આમ કરવાથી નિશ્ચિત તમારા વેપારમાં પ્રમોશન થવા લાગશે.

જે લોકો નોકરી કરતા હોય તે લોકો ટેબલ, કબાટ અથવા કમ્પ્યુટર પર બાંધી દે. તમારું ભાગ્ય તરત જ ચમકવા લાગશે.

diwali puja | janvajevu.com

દિવાળીના દિવસે રાત્રે સરસવના તેલથી દીવો પ્રગટાવવો કારણકે સરસવના તેલથી દરિદ્રતા (ગરીબી) ભાગે છે. ભૂત-પ્રેત વગેરે અવરોધો પણ દુર થાઈ છે. પરંતુ, અન્ય દિવસોમાં ઘરના પૂજાસ્થળ માં સરસવના તેલનો દીવો ક્યારેય ન પ્રગટાવવો. કારણકે આને તામસી પ્રવૃત્તિનો માનવામાં આવે છે અને ઘરમાં ભૂત તથા અન્ય તામસીક સ્થિતિનો કાયમી વાસ થાઈ છે.

diwali puja | janvajevu.com

દિવાળીના દિવસે માં લક્ષ્મીની પૂજાના સમયે અત્તર તથા કેસર અર્પિત કરો. ત્યારબાદ આગલા દિવસથી રોજ આ કેસરનું તિલક કરી તથા કપડા પર અત્તરનો પ્રયોગ કરીને ઘરની બહાર નીકળવું. આમ કરવાથી આર્થિક સમૃધ્ધિ ચાર ગણી વધવા લાગે છે.

diwali puja | janvajevu.com

જો તમારા ઘરમાં ખુબજ વધારે સમસ્યા રહેતી હોય તો દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યાબાદ 2 ગોમતી ચક્ર લઈને એક ડબ્બામાં સિંદુરપાથરીને તેના પર મૂકી ધ્યો. ત્યારબાદ આ ડબ્બાને બંધ કરીને ઘરના કોઈક એકાંત સ્થાન પર મૂકી દેવો, જ્યાં કોઈની નજર ન પડે. પણ એ વાતનું અચુક ધ્યાન રાખવું કે આ વાતની કોઈને ખબર ન પડે. આ ટોટકાનો પ્રયોગ કરવાથી તમારા ઘરમાં તરત જ શાંતિ આવવા લાગશે.

diwali puja | janvajevu.com

દિવાળીની રાતે વેપારીઓ પોતાની દુકાન પર પૂજા કરવા જતા સમયે શુદ્ધ કેસર નાખી મીઠું દહીં ખાઈને ઘરેથી નીકળીને, ત્યારબાદ જ માં લક્ષ્મીનું પૂજન કરે તો વેપારમાં બરકત આવે છે.

diwali puja | janvajevu.com

દિવાળીની રાતે માતા મહાલક્ષ્મીની પૂજા પછી અગિયાર થી એક વાગ્યાના સમયેની મધ્યે માતા મહાલક્ષ્મીનો મહામંત્ર “હિ ક્લિ મહાલક્ષ્ય્મે નમ:” નું કમળગટ્ટ અથવા સ્ફટિકની માળાથી સ્મરણ કરો. આમ કરવાથી તમારા ઘરમાં માતા મહાલક્ષ્મીનો સ્થાયી વાસ થશે.

diwali puja | janvajevu.com

દિવાળીની પૂજા કર્યા બાદ માં લક્ષ્મીની પ્રતિમા (ફોટો) ની સામે બેસીને શ્રીસૂક્ત તથા લક્ષ્મીસૂક્ત નો પાઠ કરો. જો સમભાવ હોય તો આ દિવસે સ્તુતિઓ અને હવાન પણ કરી શકો છો. આ ટોટકો અજમાવવાથી ઘરમાં અનેક પ્રકારની સમૃધ્ધિ આવે છે.

diwali puja | janvajevu.com

દિવાળીની રાતે પૂજા કરતા સમયે પોતાના કાર્ય, વેપાર સંબધીત વસ્તુને પૂજામાં અવશ્ય રાખવી. વેપાર વર્ગ પોતાના પુસ્તકો, પેન, સોના અને ચાંદીના ઘરેણા તથા વિદ્યાર્થી પોતાના પુસ્તકો તથા કોપી રાખે.

diwali puja | janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,852 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>