તૈયાર કરો ટાઇમ ટેબલ દિવસ પ્રમાણે

Per day Plan Your Schedule, will be all day Relax

આજકાલ દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલો વ્યસ્ત રહે છે કે તે પોતાના માટે પણ સમય કાઢી શકતો નથી. એવામાં જો કોઇ મહિલા ઘર અને ઓફિસની બેવડી જવાબદારી નિભાવી રહી હોય તો તેના માટે ખાસ કરીને પોતાના માટે થોડો પણ ફન અને રિલેક્સેશનનો સમય કાઢવો મુશ્કેલ રહે છે. જો તમારી સાથે આવું બનતું હોય તો તમારે તમારા કામનું મેનેજમેન્ટ કરી લેવુ આવશ્યક છે. તેનાથી તમે તમારા રોજિંદા કામની સાથે કેટલાક પેન્ડિંગ કામ રોજ થોડા થોડા પતાવી શકો છો અને ટેન્શન ફ્રી રહીને રિલેક્સ ફીલ કરી શકો છો.

વર્કિંગ વુમનમાં કેટલાક ડાયલોગ્સ કોમન જોવા મળે છે જેમકે, કંટાળી ગઇ છું, કામની ડેડ લાઇન અને સાથે લેટ પહોંચવાની ચિંતા તમને હેરાન કરતા રહે છે. ક્યારેક તો એમ થાય છે કે રોજરોજની આ મુસીબતથી કંટાળી ગયા છો. જો આ સમયે તમે સ્માર્ટ રીતે તમારા કામને મેનેજ કરી લેશો તો તમે સારી રીતે તમારા માટે સમય કાઢી શકો છો.

રવિવાર

ઊંઘને પૂરી કરો

આ દિવસે તમારે કશે જવાની કોઇ ઉતાવળ હોતી નથી, આ દિવસે તમે તમારી ચાદરની સાથે પ્રેમ રાખીને સૂઇ શકો છો. જેટલી ઊંઘ બાકી રહી ગઇ હોય તેને પૂરી કરવાનો આ દિવસ છે. આઠ કલાકની ઊંઘ તો તમે આ દિવસે લઇ જ શકો છો. મેડિકલ એક્સપર્ટ પણ એમ કહે છે કે 8-10 કલાકની ઊંઘ લેવી જોઇએ. આમ કરવાથી તમે આવનારું આખું અઠવાડિયું ફ્રેશ રહી શકો છો અને સારી રીતે કામ કરી શકો છો.

સોમવાર

ટફ ટાસ્કને પહેલાં પૂરા કરો

આજે તમે રિલેક્સ કર્યા બાદ ફ્રેશ ફીલ કરો છો અને કામ પર લાગવાનો અને આળસને દૂર કરવાનો સમય આવી ગયો છે. જે કામ તમને વધારે ચેલેન્જિંગ લાગતું હોય તેને તમે આ દિવસે કરી લો. તે ઝડપથી થઇ જશે. સાથે આ દિવસે તમારી સ્પીડ પણ વધારે હોય છે અને તમે સારી રીતે ફોકસ કરીને કામ કરી શકો છો.

મંગળવાર/બુધવાર

અવોઇડ કરો સોશ્યલ મીડિયા

Per day Plan Your Schedule, will be all day Relax

હાલમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ સાત મિનિટમાં એક મિનિટ સોશ્યલ મિડિયાને આપે છે. સ્ટેટસ ચેક કરવું કે પછી મેસેજ કરવામાં સમય વીતાવે છે. ઓનલાઇન હોવાથી તમારી પ્રોડક્ટિવિટીમાં 25 ટકાનો ઘટાડો જોવા મળે છે. એવામાં તમે ઓનલાઇન રહેવાનો સમય નક્કી કરી લો. ક્યાંક એવું ન બને કે તમારા ઓનલાઇન રહેવાના કારણે જરૂરી કામ લેટ થઇ જાય. શક્ય હોય તો અઠવાડિયામાં બે દિવસ સોશ્યલ મીડિયામાં વીતાવો, એ પણ ત્યારે કે તમે ફ્રી હોવ.

ગુરુવાર

કયા કામ રહી ગયા છે

હવે સમય આવી ગયો છે કે તમે તમારા વર્ક લિસ્ટ પર એક નજર કરો અને જાણી લો કે તમારા કયા કામ રહી ગયા છે અને કયા પૂરા થઇ ગયા છે. સારું રહેશે કે કામની કેટેગરી નક્કી રાખો એ પણ પ્રાયોરિટીના આધારે. જે કામ વધારે આવશ્યક હોય તેને પહેલી કેટેગરીમાં અને અન્યને બીજી કેટગરીમાં રાખો. જે કામ ખાસ મહત્વના ન હોય તેને તમારા ફુરસતના સમયે કરો. એવામાં તમે સારી રીતે તમારા વર્ક પ્લાનને પૂરો કરી શકો છો.

શુક્રવાર

આજે ઘરમાં હાથસફાઇ કરો

Per day Plan Your Schedule, will be all day Relax

આજના દિવસ પછી બે દિવસની રજા આવવાની છે. ઘણા દિવસથી અન્ય કામમાં ઘરને ન્યાય આપ્યો નથી. આજે તેની સફાઇ કરો. શક્ય છે કે તેમાં તમને થોડો વધારે થાક પણ લાગે. ઘરના ડ્રોઅર્સ, ફાલતૂ સામાન ચેક કરો અને તેને યોગ્ય પ્લેસ પર રાખો. ઘરમાં જે ચીજો અસ્ત વ્યસ્ત છે તેને સારી રીતે ગોઠવો અને તેનાથી તમારું ઘર મેનેજ થયેલું દેખાશે.

શનિવાર

બિલ્સ ચેક કરી વ્યવસ્થિત કરો/શોપિંગનો દિવસ મનાવો

Per day Plan Your Schedule, will be all day Relax

આ દિવસે તમે લોકલ માર્કેટની ટ્રિપ કરી શકો છો અને સાથે તમે બે ચાર વાર માર્કેટ જવાના બદલે એકસાથે લાંબો સમય જઇ શકો છો. આમ કરવાથી તમારો ખર્ચ અને સમય બંને બચી શકે છે. એવામાં એક આઇટમ લિસ્ટ બનાવો તેનાથી તમે આવશ્યક ચીજોની સાથે અનાવશ્યક ચીજો ખરીદવાથી બચી શકો.

તમારી લાઇફ કાગળોથી ઘેરાયેલી રહે છે. જેમકે વીજળીના બિલ, પાણીનું બિલ અને બેન્ક સ્ટેટમેન્ટ્સ વગેરે. આ દરેકને ભેગા કરો જેથી તમને ક્યારેય કોઇ તકલીફ ન થાય. આ માટે આવશ્યક છે તે તમે ઘરમાં એક ખાસ જગ્યા રાખો અને સાથે તેમાં દરેકને સરળતાથી ભેગા કરો. આજે તમારે તે દરેકને ચકાસીને કામના કાગળ રાખીને અન્યને અલગ રાખવાનો દિવસ છે. એવામાં એક ફોલ્ડર બનાવીને રાખો તે તમારા કામમાં આવી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,747 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>