દિવસો તો વીત્યા જ કરે છે છતાં દિલની વાત કહું છું….

All-Alone-on-Valentines-Day-1

અડધી સદીની ધારે થી કહું છું,
60 ની ઉમર ના ઓવારે થી કહું છું….

જીવવાની પડી છે મજા,
એવું હું અનુભવના આધારે કહું છું…

ખુબ દીધું છે ઉપરવાળા એ,
પડી છે મૌજ, એના સરવાળે કહું છું…

સૌ સપના સાકાર ના પણ થાય,
પણ, જે થયા તેના સથવારે કહું છું…

ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું,
અભાવો સૌ મૂકી પરભારે કહું છું !

વીત્યા તેટલા વીતવાના નથી,
જે બાકી છે તેના અણસારે કહું છું!

ખુલ્લા મને હસતો રહ્યો છું
મળ્યો જે આનંદ એના ફૂવારે કહું છું…

દોસ્ત મળ્યા – સ્વજન પણ મળ્યા,
વીત્યું મજેથી એમના સથવારે કહું છું..

રહે સૌ આનંદમાં મારા થકી,
બસ, એટલા અમથા વિચારે કહું છું…

અધૂરો છું અને ટૂંકી છે સમજ,
એટલે તો શબ્દોના સહારે કહું છું!

ફાળો છે જેનો મારા ઘડતરમાં,
તે સૌના ભરપૂર આભારે કહું છું…

ક્યાંક લાગ્યું હોય જો દુઃખ મારાથી,
તો, માફીની વાત જુદા પ્રકારે કહું છું !

શીદને મન ટૂંકું કરવું ભલા ?
એટલી વાત આ મઝધારે કહું છું !

“સૌ” નો આભાર માનું તેટલો ઓછો,
એટલું જ આગવા અધિકારે કહું છું !

આમ જ વીત્યા કરે દિવસો સૌ,
આ દિલની વાત વારે વારે કહું છું.

Comments

comments


5,632 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2