દિલ્હીમાં ડોક્ટરને તમાચો મારવા બદલ ગાયક મીકા સિંહની ધરપકડ

Delhi doctors singer Mika Singh arrested for killing blow

ગુરૂવાર(11 જૂન)ના રોજ બોલિવૂડ ગાયક મીકા સિંહની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. એપ્રિલ મહિનામાં આયોજીત એક કોન્સર્ટમાં મીકા સિંહે ઓડિયન્સમાં બેઠેલા ડોક્ટરને તમાચો માર્યો હતો અને દિલ્હી પોલીસે આ કેસમાં તેની ધરપકડ કરી હતી અને તેને તરત 20000ના બોન્ડ પર જામીન પણ આપી દેવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, મીકા સિંહ દિલ્હીના ઈન્દ્રપુરી પોલીસ સ્ટેશન આવ્યો હતો અને અહીંયા પોલીસે ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મીકા સિંહને અનેકવાર ધરપકડ અંગેની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ તે ઈન્દ્રપુરી આવ્યો હતો.

Delhi doctors singer Mika Singh arrested for killing blow

શું છે કેસઃ

11 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં મીકાએ એક શો કર્યો હતો. આ ઈવેન્ટ દિલ્હીની આફ્થેલ્માલોજી સોસાયટીએ ઓર્ગેનાઈઝ કરી હતી. આમાં અનેક ડોક્ટર્સ જોવા મળ્યાં હતાં. મીકાએ દિલ્હીના ડોક્ટર્સના વખાણ કર્યા હતાં. ત્યારબાદ મીકાએ પુરૂષોને સ્ટેજની ડાબી તથા જમણી બાજુ અને મહિલાઓને વચ્ચે ભેગા થવાનું કહ્યું હતું. જ્યારે શો પૂરો થવાનો હતો ત્યારે અચાનક મ્યૂઝિક બંધ કરી દેવામાં આવ્યું હતું.

મીકાએ પોતાના બાઉન્સરને કહીને એક ડોક્ટરને સ્ટેજ પર બોલાવ્યો હતો. આરોપ છે કે ડોક્ટરને ના પાડવા છતાંય તે મહિલાઓની વચ્ચે જઈને ડાન્સ કરતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર મિડલ ફિંગર બતાવીને અશ્લીલ ઈશારાઓ કરતો હતો અને તેણે દારૂ પણ પીધો હતો. જેને કારણે મીકા ગુસ્સે થઈ ગયો હતો. વીડિયોમાં મીકા તમાચો મારતો સ્પષ્ટ દેખાય છે. તેણે કહ્યુ હતુ કે તુ પોતાની મા-બહેન સાથે આમ કરશી? તમાચો માર્યા બાદ મીકાએ ડોક્ટરને બાઉન્સરની મદદથી બહાર કાઢી મૂક્યો હતો.

Delhi doctors singer Mika Singh arrested for killing blow

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,586 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4