યૂરોપિયન દેશ ગ્રીસમાં એક એવું બીચ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા પહોંચે છે અને તસવીરો પણ લેતા હોય છે. નૈવગિઓ નામના આ બીચને ‘સ્મગલર કોવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવિક્તામાં અહીં એક જુનું જહાજ પડ્યું છે જેને એક સમયે સ્મગલરો વાપરતા હતા. આ જુનુ જહાજ આ બીચને વિંટેજ લુક આપે છે.
આ બીચ જેંકીથોઝ આયલેન્ડ પર સ્થિત છે અને ગ્રીસના અન્ય ભાગથી થોડુ છુટું છે. તેમછતાં અહીં ગ્રીસના અન્ય બીચ કરતા વધારે પ્રવાસીઓ આવતા હોય છે. આ બીચ પરની ચમકતી રેત પણ ઘણી આકર્ષક લાગે છે. જોકે તેનો સોથી સુંદર નજારો ઉંચાઇ પરથી જ જોવા મળે છે.
સિગેરેટ, દારૂ અને મહિલાઓની તસ્કરી
જેંકીથોઝ આયલેન્ડ અને આ બીચ પર અગાઉ સિગરેટ, દારૂ અને મહિલાઓની તસ્કરી કરવામાં આવતી હતી. જોકે 1981માં ગ્રીસ અધિકારીઓએ આ તસ્કરો પર સખ્તાઇ કરી, તેમનો પીછો કર્યો. જોકે તે સમયે ખરાબ વાતાવરણને કારણે તેમનું જહાજ ત્યાંથી ન નીકળી શક્યું. ત્યારબાદથી જ તેને શિપ્રેક (તૂટેલું જહાજ) બીચ પણ કહેવામાં આવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર