મોટાભાગે આ પ્રકારની સમસ્યા મહિલાઓમાં જોવા મળે છે. કુકિંગ દરમિયાન તેમને આવી સમસ્યાઓ થતી હોય છે. આગ કે અન્ય પદાર્થથી ત્વચાને અસહ્ય પીડા થાય છે. અહી દર્શાવેલ ઘરેલું નુસખાઓથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
* બળેલા ભાગ પર કાચા બટેટાને પીસીને લગાવવા. આનાથી બળેલા સ્થાનમાં શીતળતા મળશે.
* તુલસીના પાનનો રસ બનાવી ને બળેલા ભાગ પર લગાવવો. આમ કરવાથી દાઝેલા ભાગમાં નિશાન પડવાની સમસ્યા ઓછી રહે છે.
* એલોવેરા નું જેલ દાઝવાથી થતા દુખાવા માટે લોકપ્રિય વનસ્પતિ છે. જે સાધારણ રીતે બળતરા અને તેનાથી થતો દુખાવો, સનબર્ન, ગરમ પાણીના ઘાવ વગેરે પર લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.
* દાઝેલા ભાગ પર તરત જ ઠંડુ પાણી રેડવું અને ત્યારબાદ ઠંડા પાણીનું કપડું તેના પર બાંધી રાખવું. બરફનો ઉપયોગ ન કરવો આનાથી લોહી જામી જાય તેવી સંભાવના છે.
* જે ભાગમાં બળતરા થતી હોય ત્યાં નારિયેળનું તેલ લગાવવું. આનાથી દુખાવો ઓછો થશે અને તમને આરામ મળશે.
* લીંબુ અને ટામેટાના જ્યુસથી દાઝેલા ભાગના દાગ તમે મટાડી શકો છે. લીંબુમાં ક્ષારીય ગુણ હોય છે, જેમાં ત્વચાના દાગ દુર કરવાની ક્ષમતા રહેલ છે. જયારે ટામેટાને પ્રાકૃતિક બ્લોચિંગ કહેવામાં આવે છે. જે દાગને ઘટાડવામાં સહાયક બને છે.
* બળેલી ત્વચામાં તમે સુકી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે આખી રાત મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને સવાર પડતા તેમાંથી પાણી કાઢીને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને નિયમિતપણે દિવસમાં એકવાર લગાવો. આનાથી દાઝેલી ત્વચા દુર થશે અને નોર્મલ ચામડી આવી જશે.