દાત ના દર્દ દૂર કરવાના સરળ ઉપાય

Pyorrhoea have tooth decay, all the pain indigenous remedy for quick release

દાંતોમાં સડો મુખ્ય રૂપથી પેઢામાં બળતરાં અને તૂટેલા દાંતને કારણે થાય છે. દાંતોમાં સડો થવો એ મુખ્ય રીતે એક પ્રકારનું સંક્રમણ હોય છે જે પેઢા અને દાંતની જડોની વચ્ચે થાય છે અને તેના કારણે વધારે દુખાવો થાય છે અને દાંતની અંદર પરૂ બની જાય છે, જેથી દાંતમાં સતત દુઃખાવો રહે છે.

જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતો જ રહે છે, આના કારણે દાંતને સહારો આપતા હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો આના કારણે જીવલેણ બીમારીઓ થઇ શકે છે. દાંતમાં પરૂ હોવાના કારણે જે દર્દ થાય છે તે અસહ્ય હોય છે તથા આ દર્દને રોકવા માટે લોકો અનેક પ્રકારના ઉપચાર કરે છે પરંતુ અંતે દર્દમાં વધારો થાય છે. જો તમે પણ પેઢાંની બિમારીઓથી ગ્રસિત છો તો અહીં જણાવેલા કેટલાંક સરળ અને ઘરેલૂ નુસખાઓ અજમાવી શકો છો. આ પહેલાં તમારે આ બિમારીના લક્ષણ તથા કારણો ઓળખવા પડશે. જે આજે અમે તમને જણાવીશું.

Pyorrhoea have tooth decay, all the pain indigenous remedy for quick release

દાંતમાં પરૂ થવાના કારણો

પેઢાંની બિમારી
મોંઢાની સફાઇ યોગ્ય રીતે ન કરવી
રોગપ્રતિકારક શક્તિ કમજોર હોવી
તૂટેલા દાંત અને પેઢાંમાં સોજા અને બળતરાં
દાંતોમાં ઇન્ફેક્શન
બેક્ટેરિયા
કાર્બોહાઇડ્રેડ યુક્ત તથા ચીકણા પદાર્થ વધારે માત્રામાં ખાવા

દાંતોમાં પરૂ થવાના લક્ષણ

જ્યારે પણ કંઇ ખાવ તો ઇન્ફેક્શનવાળી જગ્યા પર દર્દ
સંવેદનશીલ દાંત
મોંઢામાં ગંદા સ્વાદવાળા તરલ પદાર્થનો સ્ત્રાવ
શ્વાસની દુર્ગંધ
પેઢાંમાં લાલાશ અને દર્દ
અસ્વસ્થ રહેવું
મોંઢુ ખોલવામાં તકલીફ થવી
પ્રભાવિત ક્ષેત્રમાં સોજાના કારણે – ચહેરા પર સોજો લાગવો
દાંતોમાં અચાનક દર્દ થવું
અનિંદ્રા
દ્રાવ્ય પદાર્થો ગળવામાં તકલીફ થવી
તાવ આવવો

લસણ

લસણ બેક્ટેરિયાને મારવા માટે એક પ્રાકૃતિક હથિયાર છે. કાચા લસણનો રસ ઇન્ફેક્શન દૂર કરવામાં મદદ કરે છે. જો ખરેખર તમારાં દાંતમાં વધારે દર્દ થઇ રહ્યું હોય તો તમે આવું કરી શકો છો. કાચા લસણની એક કળી લો તેને પીસીને રસ કાઢી લો. આ રસને ઇન્ફેક્શનવાળા ભાગ પર લગાવો. આ ઘરેલૂ ઉપચાર દાંતના દર્દમાં જાદૂઇ કામ કરે છે.

લવિંગનું તેલ

Pyorrhoea have tooth decay, all the pain indigenous remedy for quick release

લવિંગનું તેલ ઇન્ફેક્શન રોકવામાં સહાયક હોય છે તથા દાંતોના દર્દમાં અને પેઢાંની બિમારીનો સારો ઉપચાર છે. થોડું લવિંગનું તેલ લો તથા આ તેલથી ધીરેધીરે બ્રશ કરો. આ તેલને ઇન્ફેક્શનવાળા એરિયામાં લગાવતી વખતે વધારે સાવધાની રાખો, વધારે દબાણપૂર્વક તેલ ના લગાવો અને પેઢાં પર હળવા હાથે માલિશ કરો. પેઢાં પર લવિંગનું તેલ થોડી જ માત્રામાં લગાવો અને ધીરે ધીરે માલિશ કરો.

ઓઇલ પુલિંગ

Pyorrhoea have tooth decay, all the pain indigenous remedy for quick release

આ ઘરેલૂ ઉપચાર ખૂબ જ સહાયક છે, તેમાં તમારે માત્ર નારિયેળ તેલની જરૂર રહે છે. એક ટેબલ સ્પૂન નારિયેળ તેલ લો અને તેને તમારાં મોંઢામાં ભરી રાખો. તેને પીના જશો અને 30 મિનિટ સુધી તમારાં મોઢાંમાં રાખો. ત્યારબાદ તેને થૂકી નાખો અને મોંઢુ ધોઇ લો.

પેપરમિન્ટ ઓઇલ

દાંતના દર્દમાં પેપરમિન્ટ ઓઇલ જાદૂઇ કામ કરે છે. તમારી આંગળીઓના ટેરવાં પર થોડું તેલ લો અને તેને પ્રભાવિત ક્ષેત્ર પર મસળો. આનાથી દાંતના દર્દમાં તરત જ રાહત મળશે.

મીઠું

જો તમારે તરત જ આરામ જોઇએ છે તો મીઠાંથી તરત જ આરામ મેળવી શકો છો. આ માટે થોડું મીઠું ગરમ પાણીમાં મેળવો અને તે પાણીથી કોગળા કરો. શરૂઆતમાં થોડું દર્દ મહેસૂસ થશે અને ત્યારબાદ થોડો આરામ મળશે. આવું બે-ત્રણ વખત કરો તમારું દર્દ લગભગ 90 ટકા ઓછું થઇ જશે.

ટી બેગ

Pyorrhoea have tooth decay, all the pain indigenous remedy for quick release

ટી બેગ એક અન્ય ઘરેલૂ ઉપચાર છે, હર્બલ ટી બેગને પ્રભાવિત ક્ષેત્ર પર લગાવો. આનાથી પરૂના કારણે થતાં દર્દમાંથી તમને તરત રાહત મળશે.

ઓરેગાનો ઓઇલ

ઓરેગાનો ઓઇલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી વાઇરલ ગુણધર્મ હોય છે. આ ઘરેલૂ ઉપચારમાં ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને ખાસ કરીને દાંત અને પેઢાની બિમારીઓમાં.

એપ્પલ સિડર વિનેગર

દાંતોમાં પરૂ થવાના કારણે એપ્પલ સિડર વિનેગર એક અન્ય પ્રભાવશાળી ઉપચાર છે. તે પ્રાકૃતિક હોય કે ઓર્ગેનિક, આ ઉપચાર એકદમ પ્રભાવશાળી રીતે કામ કરે છે. એક ટેબલસ્પૂન સિડર વિનેગર લો અને તેને થોડાં સમય સુધી મોંઢામાં રાખીને થૂંકી નાખો. આનાથી પ્રભાવિત ક્ષેત્ર કિટાણુંમુક્ત થઇ જશે અને સોજાં પણ ઉતરી જશે.

એન્ટીબાયોટિક્સ

દાંતમાં પરૂ થવા પર એક ઘરેલૂ ઉપચાર એન્ટીબાયોટિક્સ છે. આઇબૂપ્રોફેન ઇન્ફેક્શનને રોકવામાં સહાયક છે અને તેનાથી સોજામાં પણ રાહત મળે છે. પેરાસિટામોલ એક અન્ય દર્દનિવારક દવા છે. અમોક્સિસિલીન પણ એક સારી એન્ટીબાયોટિક છે તથા સામાન્ય રીતે ડોક્ટર તેની સલાહ આપે છે.

નોંધ- ઉપર જણાવેલા તમામ ઉપચાર અને દવાઓ કોઈ નિષ્ણાંતની સલાહથી જ શરૂ કરવી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,814 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>