આઇપીએલનો રોમાંચ તેની ચરમસીમા પર છે. ચોક્કા- સિક્સરોનો વરસાદ થઇ રહ્યોં છે. ટી-20 ફટાફટ ક્રિકેટમાં દરેક ટીમ ટોપ 4માં પહોચવા માટે એક બીજાને ટક્કર આપી રહી છે. આઇપીએલમાં ખેલાડીના ચોક્કા- સિક્સર કે કોઇ વિકેટ પડે ત્યારે ચીયર લીડર્સ દર્શકોનું મનોરંજન પુરૂ પાડતી હોય છે. ટીમની જર્સીમાં ગ્લેમરસ ચીયર લીડર્સ ક્રિકેટરો તેમજ દર્શકોનો ઉત્સાહ વધારતી નજરે પડે છે. આઇપીએલ ક્રિકેટ સાથે જ ચીયર લીડરની શરૂઆત કરવામાં આવી હતી.
કેટલુ કમાય છે ચીયર લીડર્સ ?
અલગ અલગ ટીમો અને ફ્રેન્ચાઇઝી આ ચીયર લીડર્સને અલગ અલગ ભૂગતાન કરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ જેવી ફ્રેન્ચાઇઝી અન્ય ટીમોની અપેક્ષાએ ચીયર લીડર્સને વધુ રૂપિયા આપે છે.
એક રિપોર્ટ અનુસાર, આ ફ્રેન્ચાઇઝી આ ચીયર લીડર્સને પ્રત્યેક મેચ માટે આશરે 100 ડોલર (આશરે 6300 રૂપિયા) આપે છે. આ ચીયર લીડર્સને ગત સીઝનમાં એક મેચ માટે 84 ડોલર એટલે કે 5300 રૂપિયા આપવામાં આવતા હતા. મેચ સીવાય સુંદર ચીયર લીડર્સ મેચ બાદ થતી પાર્ટીઓ અને અન્ય કાર્યક્રમોમાં પણ જોવા મળતી હોય છે. IPLની પુરી સીઝન દરમિયાન ચીયર લીડર્સ આશરે 3 લાખ 15 હજાર રૂપિયા સુધી કમાઇ લેતી હોય છે.
ચીયર લીડર્સ સાથે થાય છે અભદ્ર વ્યવહાર:
ચીયર લીડર્સનું શેડ્યૂલ પણ ટીમોની જેમ જ રહે છે અને જ્યાં તેમની ટીમની મેચ હોય છે ત્યાં તેમને પ્રવાસ ખેડવો પડે છે. મેચ દરમિયાન દર્શક ચીયર લીડર્સને અશ્વીલ ઇશારા પણ કરતા રહે છે.
ચીયર લીડર્સ અનુસાર તેમને મેચ દરમિયાન દર્શક તેમની સાથે દુર્વ્યવહાર પણ કરે છે. બોટલ અને અન્ય વસ્તુઓ તેમની તરફ ફેકીને તેમને પરેશાન કરવામાં આવે છે. પાર્ટીઓમાં ચીયર લીડર્સને અજીબ સવાલ પૂછવામાં આવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
Good