શુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ 15 વાતો

fruit each work to obtain the 15 things to keep in mind

વાસ્તુશાસ્ત્ર હકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ રાખી હોય તો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય ત્યાં રહેનારા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. સાથે જ અન્ય કાર્યોમાં પણ શુભ ફળ પ્રાપ્ત નથી થઈ શકતું. જો વાસ્તુ ટિપ્સનું પાલન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુભ બન્યું રહે છે. અહીં જાણીએ વાસ્તુની કેટલીક ટિપ્સ જેનાથી ઘરમાં હકારાત્મક ઉર્જા વધે છે.

1. ઘરમાં તુલસીનો છોડ રાખવો જોઈએ. સવાર-સવારમાં તુલસીના છોડને જળ અર્પિત કરવું. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો. પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

2. ઘરનું મુખ્યદ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ એવું ન હોય તો ઘરના મુખ્યદ્વાર પર સાથિયો, શ્રીગણેશ અથવા અન્ય કોઈ શુભ ચિન્હ લગાવવું જોઈએ.

3. ઘરમાં બારી-બારણાંની સંખ્યા સમાન હોય તો તેને શુભ માનવામાં આવે છે. સમાન એટલે કે 2, 4, 6, 8 અથવા 10 બારી-બારણાં. બારીઓ અંદરની બાજુ ખુલવી વાસ્તુની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

fruit each work to obtain the 15 things to keep in mind

4. ઘરમાં નકામી અને વ્યર્થ વસ્તુઓ ન હોવી જોઈએ. આ ઘરમાં આવી વસ્તુઓ તણાવ ઉત્પન્ન કરે છે.

5. ધન સંબંધી લાભ મેળવવા ઈચ્છતા હોવ તો તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ધન રાખવાની જગ્યાને સુગંધવાળું બનાવી રાખવું જોઈએ. તેના માટે અગરબત્તી, પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

6. તિજોરીના બારણાં પર કમળના આસન પર બેઠેલી મહાલક્ષ્મીની તસવીર લગાવવી જોઈએ.

7. દક્ષિણની દીવાલ પર આરીસો ન લગાવવો જોઈએ. આરીસો પૂર્વ અથવા ઉત્તરની દીવાલ પર લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

8. દીવાલ અથવા છત પર તિરાડ હોય તો તેને જલ્દી જ સરખી કરાવી લેવી જોઈએ.

fruit each work to obtain the 15 things to keep in mind

9. સાંજના સમયે થોડી વાર માટે આખા ઘરમાં પ્રકાશ ચોક્કસ કરવો જોઈએ.

10. ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. આવું થવા પર રાહુ ગ્રહ સાથે સંબંધિત દોષ વધે છે.

11. વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે પૂર્વ દિશામાં મુખ કરીને જમવાથી ઉંમર વધે છે.

12. જે લોકો ઉત્તર દિશામાં મુખ કરીને જમવા બેસે છે, તેમની ઉંમર વધવાની સાથે લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

13. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભય વધે છે. ખરાબ સપના દેખાઈ છે.

fruit each work to obtain the 15 things to keep in mind

14. પશ્ચિમ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભોજનના એક પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત નથી થઈ શકતા. ધ્યાન રાખવું આપણે ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ મુખ કરીને ભોજન ગ્રહણ કરવું જોઈએ.

15. કાયમ જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ, પરંતુ થાળીને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. ભોજનની થાળી કોઈ બાજોટ અથવા આસન પર રાખવી જોઈએ.

દિશાઓ અને તેમના વાસ્તુ મુજબ નામ

વાસ્તુમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઓની સાથે જ ચાર અન્ય દિશાઓ પણ બતાવવામાં આવી છે. આ દિશાઓ આ મુજબ છે – ઉત્તર-પૂર્વને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમને વાયવ્ય કોણ, દક્ષિણ-પૂર્વને અગ્નિ કોણ તથા દક્ષિણ-પશ્ચિમને નૈઋત્ય કોણ કહેવામાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,420 views

Leave a Reply

Your email address will not be published.


4 − 3 =