દરરોજ મેગી ખાવી હેલ્થ માટે નુકસાનકારક

Maggie eat every day is harmful to health

‘મેગી’ એક એવું નામ જે ભારતના ઘર ઘરમાં અબાલ -વૃદ્ધ સૌના મોઢે રમતું જોવા મળે છે. આમ તો ‘ટુ મિનિટ્સ’ના ટેગ સાથે આવતી મેગીને સાતથી આઠ મિનિટમાં પકવીને દિવસભરની ભૂખ મીટાવી શકાય છે.

સ્કૂલ જતા બાળકોથી માંડીને કોલેજિયન જનરેશનમાં ખાસ લોકપ્રિય એવો આ રેડી ટુ કૂક ખોરાક ટ્રેકર્સ માટે ‘સંકટમોચક’ બની રહે છે. હિમાલયના પહાડોમાં ટ્રેકિંગ કરતા હજારો ટ્રેકર્સો દિવસો સુધી આ મહાન કહેવાતી મેગીને જ ‘સોમરસ’ માનીને દિવસો કાઢી નાખે છે. જોકે હાલમાં જ જાહેર થયેલા એક અહેવાલે રેડી ટુ ઈટ એવા પેક્ડ ખાદ્ય પદાર્થોને શંકાને ઘેરામાં મૂકી દીધા છે.

મેગી તમે માનો છો એટલી હેલ્થી નથી ભરપૂર માત્રામાં મીઠું અને ફેટને કારણે તે આરોગ્યના ભારે નુકસાનકારક છે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે. જોકે આવું બીજા નૂડલ્સના કિસ્સામાં નથી. જેમ કે રાઇસ, આટા નૂડલ્સ મેગીની સરખામણીએ એટલા નુકસાનકરાક નથી.

મેગી જેવા રેડી ટુ ઇટ ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં પિઝર્વેટિવનો ઉપયોગ કરાય છે. અન્ય એક અહેવાલ પ્રમાણે મેગીમાં વેક્સ એટલે કે મીણનો ઉપયોગ કરાય છે. રાંધ્યા બાદ પણ મેદાની સેવો છૂટી રહે તે માટે તેને વેક્સ કોટિંગ કરવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું વેક્સ પેટમાં ગયા બાદ ત્રણથી ચાર દિવસ બાદ શરીરમાંથી દૂર થાય છે. આવી પરિસ્થિતિમાં રોજે રોજ મેગી ખાવું લાંબા સમયે કેન્સરને આમંત્રણ આપી શકે છે. જોકે આ અહેવાલોની પુષ્ટિ હજી સુધી થઈ નથી.

છેલ્લા કેટલાક દાયકાઓમાં મેગી ઇન્ડિયન મેનુંમાં સ્થાન પામી ચૂકી છે. એટલું જ નહીં મેગીમાંથી બનતી હજારો પ્રકારની વાનગીઓને કોમ્પિટિશન દ્વારા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. તો વળી માધુરી દક્ષીત જાહેરાત દ્વારા સવારના બ્રેકફાસ્ટમાં મેગી ખાવાની સલાહ આપતી ટેલિવિઝન પર જોવા મળે છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે પરંપરાગત ભારતીય વાનગીઓ જેવી ઈડલી, ઢોસા, ઉપમા તેમજ પારાઠ એ શ્રેષ્ઠ બ્રેકફાસ્ટ છે. જ્યારે મેગી જેવા મેદાના ખાદ્ય પદાર્થો લાંબા ગાળે તમારી પાચન શક્તિને નુકસાન કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,017 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>