ફિલ્મ ‘દબંગ’ ની ત્રીજી સીરીઝ આવી રહી છે. પરંતુ આ વખતે આની સ્ટાર કાસ્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર ફિલ્મ ‘દબંગ ૩’ માં સોનાક્ષી સિંહા નહિ જોવા મળે.
સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘સુલતાન’ પછી તેઓ વર્તમાનમાં ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં વ્યસ્ત છે. આ ફિલ્મ બાદ સલમાન દબંગ 3 માં કામ કરશે. અત્યારે દબંગ 3માં લીડ રોલ માટે અભિનેત્રીઓનું સિલેકશન થઇ રહ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે આ વખતે દબંગ 3 માં સલમાનની ‘રજ્જો’ નહિ પણ પરિણીતિ ચોપરા જોવા મળશે.
ખબરો અનુસાર પ્રોડકશન હાઉસે દબંગ 3 માટે સોનાક્ષીની જગ્યાએ પરિણીતિ ચોપરાને સાઈન કરવાનું મન બનાવ્યું છે. હમણાં ‘ઢીશૂમ’ માં વેઇટ લોસ કર્યા બાદ આઈટમ સોંગ ‘જાનેમન આહ’ કરીને પરિણીતિ સુર્ખિયોમાં આવી ચુકી છે. જણાવી દઈએ કે હાલમાં પરિણીતિ ચોપરા ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ ના શુટિંગમાં વ્યસ્ત છે.