થોડીક જ મિનિટોમાં ઘરે બનાવો કોર્નનું શાક

સામગ્રી

corn

* ૧૧/૨ કપ સમારેલ ફ્રેશ કોથમીર,

* ૧/૪ કપ ડુંગળીની પાતળી સ્લાઈસ,

* ૨ ટીસ્પૂન સમારેલ નારિયેળ,

* ૪ ટીસ્પૂન ખસખસ,

* ૭ લસણની કળી,

* ૧/૨ ટીસ્પૂન સમારેલ આદું,

* ૬ સમારેલ મરચાં,

* ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

* જરૂર મુજબ પાણી,

* ૨ ટીસ્પૂન ઓઈલ,

* ૨ કપ કોકોનટ મિલ્ક,

* ૧ ટીસ્પૂન કોર્નફલોર,

* ૧૧/૨ કપ બાફેલા અને થોડા ક્રશ કરેલ કોર્ન,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

એક પ્લેટમાં સમારેલ ફ્રેશ કોથમીર કાઢી તેમાં ડુંગળીની પાતળી સ્લાઈસ, સમારેલ નારિયેળ, ખસખસ, લસણની કળી, સમારેલ આદું, સમારેલ મરચાં, લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી નાખી મિક્સરમાં પીસી લેવું.

હવે તવામાં ઓઈલ નાખી ઓઈલ ગરમ થાય એટલે તૈયાર કરેલ લીલી ચટણીની પેસ્ટ આમાં નાખી મિક્સ કરવું.

પછી એક કપમાં કોકોનટ મિલ્ક નાખી તેમાં કોર્નફલોર નાખી મિક્સ કરવું. ત્યારબાદ તવામાં બાફેલા અને થોડા ક્રશ કરેલ કોર્ન અને તૈયાર કરેલ કોકોનટ મિલ્ક નાખવું. હવે આમાં સ્વાદાનુસાર મીઠું નાખી પાંચ થી છ મિનીટ સુધી મિશ્રણને ઉકળવા દેવું. બાદમાં આને ગરમાગરમ રોટી સાથે સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,449 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>