ત્રીસ દિવસ બેટરી બેકઅપ આપતો માઈક્રોમેક્સ કેનવાસ હ્યુ

Three Days bettery Beckup Micromax canvas Hue

આજે સ્માર્ટફોનનું લોકોનું ઘેલું લાગ્યું છે. એવામાં સ્માર્ટફોન બનાવતી કંપની રોજેરોજ કોઈક નવા ફિચર સાથે માર્કેટમાં અવનવા ફોન લોન્ચ કરતી રહે છે. એ જ પ્રણાલીને અનુસરતાં દેશની સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની માઈક્રોમેક્સે હાલમાં એક નવો ફોન લોન્ચ કર્યો છે.

સ્માર્ટફોન યુઝર્સની સૌથી મોટી સમસ્યા બેટરીના ચાર્જિંગ સંબંધિત હોય છે. સ્માર્ટફોનમાં રોજ નવા ફીચર ભલે જોવા મળતાં હોય, આમ છતાં યુઝર્સને બેટરી બેકઅપની સમસ્યાનું કોઈ નિરાકરણ મળતું નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માઈક્રોમેક્સે એક એવા બેટરી બેકઅપવાળા ફોનની રચના કરી ત્રીસ દિવસ સુધી કાર્યરત રહી શકે. માઈક્રોમેક્સે આ ફોનને કેનવાસ હ્યુ નામ આપ્યું છે.

માઈક્રોમેક્સે આ ફોન મધ્યમ રેન્જમાં લોન્ચ કર્યો છે, જેની ખાસિયત ૩૦૦૦mAની બેટરી છે. આ બેટરી સુપર પાવર સેવિંગ મોડ પર ૩૦ દિવસ સુધી કામ કરી શકે છે.

Three Days bettery Beckup Micromax canvas Hue

ઉપરાંત, ફોનમાં ૮ જીબી ઈન્ટરનલ સ્ટોરેજ તથા ૩૨ જીબીના એચડી કાર્ડની સગવડ પૂરી પાડવામાં આવી છે. પાંચ ઈંચની એચડી સ્ક્રીન ધરાવતો આ ફોન એન્ડ્રોઈડના ૪.૪ કિટકેટ વર્ઝન પર કામ કરે છે, જેમાં લોલીપોપ અપડેટ પણ ઉપલબ્ધ છે. આ સિવાય ફોનમાં ૮ મેગાપિક્સલ રિઅર કેમેરાની સાથે ફ્રન્ટ કેમેરા ૨ મેગાપિક્સલ જેટલો છે. વધુમાં, કેનવાસ હ્યુમાં જીબીની રેમ આપવામાં આવી છે.

Comments

comments


3,766 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 3