તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે.
એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે. અહી ભગવાનને સૌથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર બાલાજીને શ્રીનિવાસ અને ગોવિંદા ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભારતના સૌથી અમીર મંદિરો માંથી એક છે.
તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે. મંદિર સાથે અમુક એવી ખાસ વાતો જોડાયેલ છે જેણે તમે નથી જાણતા. તો ચાલો જાણીએ….
* એક આંકડા અનુસાર બાલાજી મંદિર ટ્રસ્ટના ટ્રેઝર્સ (ખજાનામાં) માં 50 હજાર કરોડ કરતાં વધારે અસ્કયામતો (સંપત્તિ) છે.
* તિરૂપતિ વેંકટેશ્વર મંદિર દરિયાની સપાટીથી લગભગ 3200 ફૂટની ઊંચાઇએ તિરુમલાની પહાડીઓ પર બનેલ છે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષક છે. આના સિવાય આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અને શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે.
* ભગવાન શ્રીષ્ણ અને વિષ્ણુને તુલસી ખુબ પ્રિય માનવામાં આવે છે. તેથી તેમની પૂજામાં તુલસીના પાનનું વધારે મહત્વ છે. અન્ય વૈષ્ણવ મંદિરોની જેમ જ અહી ભગવાનને દરરોજ તુલસીના પાન ચઢાવવામાં આવે છે, પરંતુ, આ તુલસીના પાનને ભક્તોમાં નથી વહેચવામાં આવતા. મંદિરમાં પૂજા બાદ તુલસીના પવિત્ર પાનને મંદિરના પરિસરમાં રહેલ કૂવામાં નાખી દેવામાં આવે છે.
* આ મંદિરમાં વર્ષોથી એક દીવો જગે છે, કોઈને નથી ખબર કે આને ક્યારે સળગાવવામાં આવ્યો હતો.
* આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર ની પ્રતિમા પર લાગેલ વાળ તેમના અસલી વાળ છે. એવું માનવામાં આવે છે કે આ વાળમાં ક્યારેય ગુચ નથી થતી અને હંમેશાં મુલાયમ જ રહે છે.
* ભગવાન વેંકટેશ્વરની મૂર્તિનો પાછલો ભાગ હંમેશાં ભેજવાળો રહે છે. જો ધ્યાનથી કાન દઈને સાંભળવામાં આવે તો આમાંથી સમુદ્રના પાણીનો અવાજ આવે છે.
* માન્યતા છે કે અહી સ્થાપિત કાળી મૂર્તિ કોઈએ નથી બનાવી, પરંતુ તે જાતે જ જમીનમાંથી પ્રગટ થઇ છે. સ્વયં પ્રગટ થવાને કારણે આનું મહત્વ વધારે વધી જાય છે.
* સામાન્ય રીતે જોતા એવું લાગે છે ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં છે પરંતુ, વાસ્તવમાં જયારે તમે મંદિરની બહાર નીકળીને જોવો તો તમને મૂર્તિ મંદિરની ડાબી દિશામાં સ્થિત લાગશે.
* મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વાર દર્શન થાય છે. ભગવાન બાલાજીની આખી મૂર્તિના દર્શન ફક્ત શુક્રવારે સવારે અભિષેકના સમયે થાય છે.
* તમને જાણીને નવાઈ લાગશે કે અહી કરોડો સંખ્યામાં ભક્તો આવે છે જેમાંથી દરરોજ 20,000 ભક્તો વાળ દાન કરે છે. વાળ દાનની વિધિ માટે મંદિરમાં 600 વાળંદને રાખવામાં આવ્યા છે. દાનના રૂપે મળેલ વાળને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં આવે છે. આ વાળને ઘણા ડોલર્સમાં વહેવામાં આવે છે.
* ભગવાન વેંકટેશ્વરના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહી આવીને વાળ અર્પણ કરે છે. આમ કરીને તેઓ ભગવાન વિષ્ણુના અવતાર એટલેકે વેંકટેશ્વરની આર્થિક મદદ કરે છે. જેથી તે કુબેર પાસેથી લીધેલ ઉધાર ઘન ચૂકાવી શકે.
* માનવામાં આવે છે કે 18 મી સદીમાં આ મંદિરને 12 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન એક રાજાએ 12 લોકોને મૃત્યુની સજા આપી હતી અને મંદિરની દીવાલમાં લટકાવી દીધા હતા. કહેવામાં આવે છે કે તે દરમિયાન ભગવાન વેંકટેશ્વર સાક્ષાત પૃથ્વી પર આવ્યા હતા.