તિરૂપતિ બાલાજીના ‘લાડું’ ને બેંક કરતા પણ વધારે સુરક્ષિત રાખવામાં આવે છે!!

chairman-inspections-at-laddu-counters1

ભગવાન તિરૂપતિ બાલાજીને સૌથી અમીર દેવતામાંથી એક માનવામાં આવે છે. આ મંદિરમાં ગરીબ અને અમીર એમ બધા લોકો જાય છે. સમુદ્રતટથી 3200 ફૂટ ઉંચાઈ પર સ્થિત તિરુમલાની પહાડિયો પર બનેલ ‘શ્રી વેંકટેશ્વર મંદિર’ અહીનું સૌથી મોટું આકર્ષક છે.

તિરૂપતિનું પ્રસિદ્ધ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે મળતો લાડુ ‘300’ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મંદિરના રસોઈયાઓ અને અધિકારીઓ મુજબ આ પવિત્ર પ્રસાદની શરૂઆત ૨ ઓગસ્ટ 1715 માં કરવામાં આવી હતી.

વિશ્વભરના આ વિખ્યાત મંદિરમાં તમે જાઓ અને પ્રસાદ વગરના રહો તો તમારા દર્શન પણ અધૂરા રહે. હિંદુ ધર્મના આ પવિત્ર મંદિરમાં ચણાનો લોટ, ખાંડ, બદામ, કાજુ, માખણ, એલચી અને મેવાથી લાડુ બનાવવામાં આવે છે. ત્યારબાદ ટેમ્પલમાં પૂજા દરમિયાન વેંકટેશ્વર દેવને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

ભગવાન ને પ્રસાદ અર્પણ કર્યા બાદ ભક્તોમાં પ્રસાદ વહેચવામાં આવે છે. આ મંદિરની રેસીપી એટલેકે લાડુને એટલા ગુપ્ત રાખવામાં આવે છે કે પ્રસાદ લેવા તમારે એક સુરક્ષિત લાઈનમાં ઉભું રહેવું પડે. તે લાંબી લાઈનમાં ઉભા રહીને ‘હાઈટેક કુપન’ લેવું પડે છે, જેમાં સુરક્ષા કોડ અને બાયોમેટ્રિક વિવરણ જેવા ચહેરાઓને ઓળખવાના હોય છે.

પહેલા લાડુની કિમત ૧૦ રૂપિયા હતી પણ હવે ૨૫ રૂપિયા કરવામાં આવી છે. આ લાડુને ફક્ત મંદિરના રસોઈયાઓ જ બનાવી શકે. આ ગુપ્ત રસોઈને ‘પોટું’ કહેવાય છે, જ્યાં દિવસ દરમિયાન ૩ લાખ લાડુ બને છે. પ્રત્યેક લાડુનો વજન ‘174’ ગ્રામ હોય છે. આ લાડુમાં નાખવામાં આવતી તમામ સામગ્રીઓ મોંધી હોય છે તેથી તેનો ભાવ વધારવામાં આવ્યો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,856 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>