સામગ્રી
* ૧ કપ ગાજરની સ્લાઈસ
* ૧/૨ ટેબલ સ્પૂન નીગેલા સીડ્સ,
* ૨ ટેબલ સ્પૂન મેથીના કુરિયા,
* ૨ ટેબલ સ્પૂન રાઈના કુરિયા,
* ૧/૪ ટેબલ સ્પૂન હિંગ,
* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,
* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧૧/૨ ટેબલ સ્પૂન ઓઈલ.
રીત
એક બાઉલમાં ગાજરની સ્લાઈસ, નીગેલા સીડ્સ, મેથીના દાણા, રાઈના કુરિયા, હિંગ, લાલ મરચું, હળદર અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે એક નાના પેનમાં ઓઈલ નાખીને ગરમ કર્યા બાદ આ તેલને બધી સામગ્રી મિક્સ કરેલ બાઉલમાં નાખવું. તેલ નાખીને બરાબર હલાવી લેવું. જો તમને કઈ પણ ઇન્ગ્રીડીયન્ટ ઓછા લાગે તો સ્વાદાનુસાર ઉપરથી નાખી શકો છો. તો ખાઓ ઈંસ્ટન્ટ બનાવેલ ગાજરનું અથાણું.