તમે પણ માણો આ ગરમાગરમ પંચરત્ન ઉત્તપમની મજા

સામગ્રી

uttapam_platter

*  ૧૧/૪ કપ રેડીમેડ ઈડલી બેટર,

*  ૧/૪ કપ બારીક સમારેલ ઓનિયન,

*  ૧/૪ કપ બારીક સમારેલ ફ્લાવર,

*  ૧/૪ કપ બારીક સમારેલ કોબીજ,

*  ૧/૪ કપ બારીક સમારેલ કોથમીર,

*  ૧/૪ કપ સમારેલ ગ્રીન કેપ્સીકમ,

*  ૧/૪ કપ સમારેલ ગાજર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ,

*  ૨ ટીસ્પૂન પાણી,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું.

રીત

એક કપમાં રેડીમેડ ઈડલીનું બેટર નાખી તેની અંદર બારીક સમારેલ ઓનિયન, બારીક સમારેલ ફ્લાવર, બારીક સમારેલ કોબીજ, બારીક સમારેલ કોથમીર, સમારેલ ગ્રીન કેપ્સીકમ, સમારેલ ગાજર, સ્વાદાનુસાર મીઠું, ફ્રુટ સોલ્ટ અને પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવું.

હવે ઈડલી બનાવવાના નોનસ્ટીક ને ઓઈલથી ગ્રીસ કરવી. પછી આના દરેક ભાગમાં એકાદ ચમચી જેટલું મિશ્રણ નાખવું. ત્યારબાદ આ મિશ્રણ ઉપર લાલ મરચું નાખવું.

પછી આ કુક થવા લાગે એટલે તેને બંને સાઈડ ફેરવવું. જયારે તમે ઉત્તપમ ને આગળ પાછળ ફેરવો ત્યારે સાઈડમાં ઓઈલ લગાવવું. જે ઉત્તપમ પર તમારે કોથમીર અને ચીઝ નાખવી હોય તો નાખી શકો છો. આ બરાબર કુક થાય એટલે આને ગરમાગરમ સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,811 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>