તમે પણ આ રીતે વોટ્સએપમાં બનાવો ‘બ્રોડકાસ્ટ લીસ્ટ’

how-to-send-whatsapp-message-to-all-contacts

આજની ટેકનોલોજીની દુનિયામાં મોબાઈલ – ફોન્સ બધા પાસે જ હોય છે. અને તેમાં પણ આજની ડુપર ડુપર એપ્લીકેશન એટલેકે વોટ્સએપ તો બધાના જ ફોન્સ માં હોય છે. આપણી પાસે આ હોવા છતા આની અંદરના ફીચર્સ આપણને ખબર નથી હોતી.

વેલ, આજે બધા લોકો ફોન કરવા કરતા વોટ્સએપમાં ચેટીંગ કરવાનું વધારે પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે તમારા બધા જ ફ્રેન્ડને એક સાથે ઈન્સ્ટન્ટ મેસેજ કેવી રીતે મોકલી શકાય? તમે વોટ્સએપમાં એક સાથે બધા લોકોને એક જ સમયે મેસેજ મોકલી શકો તે સર્વિસને ‘બ્રોડકાસ્ટ લીસ્ટ’ કહેવામાં આવે છે.

*  આના માટે સૌપ્રથમ ફોનમાં ‘વોટ્સએપ આઇકન’ પર ક્લિક કરો.

*  હવે તમને ઉપરની બાજુએ ૩ ડોટ્સ (ટપકા) દેખાશે.

*  આ ટપકા પર ક્લિક કરવું અને તેમાં તમને ‘ન્યુ બ્રોડકાસ્ટ લીસ્ટ’ નું ઓપ્શન જોવા મળશે.

*  પછી આ કોન્ટેક્ટમાં એક એક કરીને નામ ટાઈપ કરવા, જેણે તમે લીસ્ટમાં એડ કરવા માંગો છો. તમે આ લીસ્ટમાં તમારા ૨૫૦ ફ્રેન્ડને એડ કરી શકો છો. આનાથી વધારે નહિ કારણકે ૨૫૦ ની જ લીમીટ છે.

*  આટલું કર્યા પછી તમને ઉપરની બાજુએ ક્રિયેટ નું ઓપ્શન દેખાશે. તેના પણ ક્લિક કરો.

*  જયારે તમારું આ લીસ્ટ પૂરું થાય ત્યારે તમે તેને નામ પણ આપી શકો છો. આમાં તમે જેટલા પણ મેસેજીસ સેન્ડ કે ફોરવર્ડ કરશો એ બધા મેમ્બરને દેખાશે.

*  તમે આ લીસ્ટમાંથી વ્યક્તિઓને કાઢી (રીમુવ) પણ કરી શકો છો. આ ઉપરાંત ‘બ્રોડકાસ્ટ લીસ્ટ’ ને ડીલીટ પણ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,408 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>