તમે ખીલાયેલ ફૂલને સ્નેહ અને પ્રેમથી નવું જીવન આપી શકો છો!

25

મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા “આઈ લવ યું ઓલ” બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા. ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો.

તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. મિસ.આયસા તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો, તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી. ધીમે ધીમે મિસ.આયસાને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું.

ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે મિસ.આયસા નાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા. અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.

મિસ.આયસાને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. મિસ.આયસાને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો, જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી. બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી મિસ.આયસાને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. મિસ.આયસાને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.

પહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો મિસ.આયસાએ રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા. પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપલ પાસે જતો. પ્રીન્સિપલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો મિસ.આયસાને બોલાવ્યા. મિસ.આયસા પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી. તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે. “હું માફી માંગુ છુ” પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે. મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. મિસ.આયસા સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા.

angry-teacher

પ્રીન્સિપલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે મિસ.આયસાનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા. બીજા દિવસે મિસ.આયસા એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી. ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો. પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો. રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.

“રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો”, “બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે”.

છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે. જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે. રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડશે બહું વાર થઈ જાય તે પહેલા.

મિસ.આયસાનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.

બીજા દિવસે જ્યારે મિસ.આયસા ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા “આઈ લવ યું ઓલ”

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,294 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 35

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>