તમે ક્યારેય વિચાર્ય છે કે દરેક ગાડીના ટાયર્સ કેમ કાળા રંગ માં જ હોય છે?

starye-shiny

આમ તો તમે બધા જાણતા જ હશો કે ગાડીના ટાયર બ્લેક કલર ના હોય છે. પછી તે ગમે તેટલી સસ્તી કે મોંધામાં મોંધી ગાડીના ટાયર કેમ ન હોય. કાળા ટાયર ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ જોવા મળે છે. પણ, નાના બાળકોની સાઈકલના રંગબેરંગી ટાયરને છોડીને આ બ્લેક કલરમાં જ કેમ હોય છે તે અમે જણાવશું.

સામાન્ય રીતે દરેક ટાયર રબર માંથી બને છે. રબરનો રંગ સ્લેટી (ગ્રે) હોય છે. કુદરતી રબર બિલકુલ પણ મજબુત નથી હોતું. કુદરતી રબરમાંથી બનાવેલ ટાયર જલ્દીથી ઘસાઈ જાય છે. આ રબર વધારે સમય સુધી નથી ટકતા. તેથી જયારે ટાયર બનાવવામાં આવે છે ત્યારે તેમાં કાર્બન બ્લેક મેળવવામાં આવે છે.

ca4647e810512921b971a5fc9edb0eba

આના કારણે તે મજબુત થાય છે અને ઓછુ ઘસાય છે. આ ઉપરાંત આમાં સલ્ફર પણ ઉમેરવામાં આવે છે. કાર્બન બ્લેક ના કારણે જ આનો રંગ કાળો થઇ જાય છે. આ ટાયરને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.

શું તમે જાણો છો બાળકોની સાઈકલ કે અન્ય વસ્તુમાં વપરાતા સાદા ટાયર ૮ હજાર કિલોમીટર ચાલી શકે છે જયારે કાર્બન યુક્ત ટાયર ૧ લાખ કિલોમીટર સુધી ચાલી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,916 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>