શું તમારી આંખની દ્રષ્ટિ નબળી છે ? કરો કુદરતી રીતે ઈલાજ

Your near vision is poor? The natural way to make it quite the same

નજીકના નંબર આવવા એ ટાળી ન શકાય તેવી ઘટના છે. 40 વર્ષની આસપાસ લગભગ દરેક વ્યક્તિને નજીકના નંબર આવે છે.  નજીકની દ્રષ્ટિ દોષ એટલે કે માયોપિયાથી બચવા માટે આંખોની કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. આંખોની કસરત કરવાથી આંખોની રોશની તો વધે જ છે સાથે જ આંખો પણ આજીવન સ્વસ્થ રહે છે.

કસરતનું નામ સાંભળીને તમે એવું વિચારી રહ્યા છો કે આ બહુ વધારે સમય લેશે અથવા આ મુશ્કેલ હશે તો તમે ખોટા છો. કારણ કે અમે તમને જે કસરત વિશે બતાવવાના છે તેમાં બહુ સમય નહીં લાગે. તમે આંખો આ કસરત તમારી રોજિંદી લાઈફમાંથી થોડોક સમય કાઢીને આરામથી કરી શકશો. તો ચાલો આજે જાણી લો ખાસ નજીકની દ્રષ્ટિ નબળી હોય કે નજીકના નંબર હોય તો તમારે કઈ કસરત કરવી જોઈએ.

બેટ્સ એક્સરસાઈઝ

Your near vision is poor? The natural way to make it quite the same

આ કસરત કરવા માટે સૌથી પહેલાં એક ખુરશી પર બેસી જાઓ, ત્યારબાદ પોતાની હથેળીઓને સાથે ઘસો, તેમાં ગરમાવો આવી જશે. હવે તમારી આંખોને બંદ કરીને તેની પર તમારી હથેળી રાખો. પરતુ આંખો પર કોઈ ભાર આપવો નહી. નાકને પણ હથેળીઓથી ઢાંકવી નહીં. આ વાતનું ધ્યાન રાખવું કે આંખ અને હથેળીઓની વચ્ચેથી પ્રકાશની કિરણો પસાર ન થઈ શકે કે આંખમાં ન જઈ શકે. તેમ છતાં તમને કેટલાક રંગીન આકાર દેખાઈ શકે છે. તેની પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું. ધીરે ધીરે ઉંડા શ્વાસ લેવા અને કોઈ સારી ઘટનીને યાદ કરતાં કરતા દૂરસ્થ દૃશ્યની કલ્પના કરવી. ત્યાર બાદ ધીરે-ધીરે હથેળીઓને આંખો પરથી હટાવી લેવી. આ ક્રિયા 3 મિનિટ કે તેથી વધુ કરવી.

હોટ એન્ડ કોલ્ડ કંપ્રેસ

Your near vision is poor? The natural way to make it quite the same

-બે ટુવાલ લેવા. પહેલાં ટુવાલને ગરમ પાણીમાં પલાળવું અને બીજા ટુવાલને ઠંડા પાણીમાં પલાળવું. એક ટુવાલને લઈને તમારા ચહેરા પર આંખની આઈબ્રો, બંદ આંખની કીકીઓ અને ગાલ પર હળવેથી દબાવવું, એકવાર ગરમ ટુવાલથી અને એકવાર ઠંડા ટુવાલથી અને ફરી ગરમથી આમ ક્રિયા કરવી, અંતમાં ઠંડા ટુવાલથી કર્યા બાદ આ ક્રિયા બંદ કરવી.

– પોતાની આંખો બંદ કરી લેવી અને પોતાની આંગળીઓથી એક-બે મિનિટ સુધી માલિશ કરવી. ધ્યાન રાખવું કે આંખને એકદમ હળવા હાથે દબાવવી જેથી આંખોને કોઈ જ નુકસાન થાય નહી.

આંખોની ગતિવિધિ

Your near vision is poor? The natural way to make it quite the same

-કોઈ શાંત સ્થાન પર આરામથી બેસી જવું. હવે તમારી આંખોને દક્ષિણાવર્ત (ક્લોકવાઈસ) ફેરવવી, ત્યારબાદ વામાવર્ત (કાઉન્ટર ક્લોક વાઈસ) ફેરવવી. આ ક્રિયા પાંચવાર કરવી. વચ્ચે-વચ્ચે પલકો ઝપકાવવાની ભુલવી નહીં.

– દૂરની કોઈ વસ્તુ પર નજર ટકાવવી, જે લગભગ 50 મીટર જેટલી દૂર હોય. ત્યારબાદ પોતાની માથાને હલાવ્યા વિના નજીકની કોઈ વસ્તુ જે 10 મીટર દૂર સ્થિત હોય તેની પર ધ્યાન કેન્દ્રિત કરવું. આવું પાંચવાર કરવું.

-તમારી સામે એક હાથની દૂરી પર એક પેન્સિલ પકડવી. ધીરે-ધીરે પોતાના હાથને નાકની તરફ લાવવી અને આંખોતી સતત પેન્સિલને જોવાની કોશિશ કરવી. આ ક્રિયા 10 વાર કરવી.

Your near vision is poor? The natural way to make it quite the same

-દૂર સ્થિત વસ્તુ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવી. એ વાતનું ધ્યાન રાખવું કે તે વસ્તુ પર અને તેની પાછળ પ્રકાશ ઓછો હોય. આ ક્રિયા દર અડધા કલાકે 2 મિનિટ માટે કરવી.

-આંખને ઉપર અને નીચે ગતિ કરાવવી. આ ક્રિયા આઠ વાર કરવી. આ પછી આંખને જમણેથી ડાબે ગતિ કરાવવી. આ ક્રિયા પણ આઠ વાર કરવી. એ વાતનું ધ્યાન રાખવું કે આંખો જેટલી કિનારા સુધી જઈ શકે તેનાથી વધુ તેને બળપૂર્વક લઈ જવાની કોશિશ કરવી નહીં. કારણ કે આવું કરવાથી લાભની જગ્યાએ આંખોને નુકસાન થઈ શકે છે.

-આ તમામ કસરત બાદ આંખો પર હથેળીઓને રાખીને રિલેક્સ કરવું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,033 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 35