તમારા લેપટોપનું બેટરી બેકઅપ વધારી દે તેવી 10 ટીપ્સ

10 tips to increase your laptop's battery backup

તમે ઓફિસ કે ઘરની બહાર તમારા લેપટોપ પર મહત્વનું કામ કરતા હોવ અને અચાનક સ્ક્રિન પર શટડાઉનની વોર્નિંગ આવવા લાગે તો! આ સમસ્યાનો લેપટોપ યુઝરમાંથી મોટા ભાગના લોકોએ સામનો કરવો પડ્યો હશે. આ સમયે નવી બેટરી લગાવવા અથવા બેટરી બદલવા સિવાય બીજો ખઈ ઉપાય હોતો નથી. પરંતુ આજે અમે તમને એવી બેસ્ટ ટીપ્સ આપવાના છે જે તમારા લેપટોપની બેટરીનું બેકઅપ વધારવામાં મદદ કરશે.

10 tips to increase your laptop's battery backup

1) લેપટોપની બેટરી સેવર મોડ અથવા ઈકો મોડ પર રાખો. તેનાથી ઓછા પાવરમાં લેપટોપ સારુ ચાલશે અને સ્ક્રિનપર તેની બ્રાઈટનેસ પણ વધશે
2) લેપટોપ ચાલુ કરીએ એટલે એક સાથે ઘણાં હાર્ડવેર ઓપન થઈ જાય છે. તે બધા હાર્ડવેરનો આપણે ઉપયોગ કરતા નથી પરંતુ તેમાં બેટરી વપરાતી રહેતી હોય
છે. પરિણામે જે હાર્ડવેર તમે ન વાપરવાના હોવ તે તાત્કાલીક બંધ કરી દો જેથી બેકઅપમાં થોડો વધારો થશે
3) લેપટોપમાં USB પોર્ટ્સ હોય છે. તેનો વધારે ઉપયોગ થતો નથી. તેથી તેને પણ તાત્કાલીક ડિસએબલ કરી દેવો જોઈએ
4) હાર્ડવેરને ડિસેબલ અથવા તાત્કાલિક ઓન કરવા ડિવાઈસ મેનેજરનો ઉપયોગ કરવો. તેના માટે માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરીને , પ્રોપર્ટીઝમાં ક્લિક કરીને લેફ્ટ સાઈડર પર ડિવાઈસ મેનેજરમાં ક્લિક કરવું. ડિસેબલ કરવા માટે તેમાં રાઈટ ક્લિક કરીને ડિસએબલ કરી શકાય છે
5) સૌથી વધારે બેટરી વાપરતા હાર્ડવેરમાં DVD/CD-ROMનું નામ સૌથી પહેલા આવે છે. કામ ન હોય તો તેને ડિસએબલ કરી દેવું
6) બ્લુટ્રુથ, વાઈ-ફાઈ અને કાર્ડરિડરને હંમેશા ઈનએબલ કે ઓન રાખવાની જરૂર નથી. તમે તેનો ઉપયોગ ન કરતા હોવ તો પણ તેમાં થોડી બેટરી તો વપરાય જ છે
7) જ્યારે પણ લેપટોપ ઓન કરો ત્યારે Ctrl+Shift+ESC દ્વારા ટાસ્ક મેનેજરને ખોલીને તે Appsની જાણકારી મેળવી લો જે બેકગ્રાઉન્ડમાં રન થાય છે. નકામની
એપને Ctrl+Alt+Del કરીને બંધ પણ કરી શકાય છે
8) ઘણાં લેપટોપમાં કિ-બોર્ડ સાથે બેકલાઈટની પણ વ્યવસ્થા આપવામાં આવી હોય છે. જરૂર ન હોય તો તેને પણ ડિસએબલ કરી શકાય છે
9) ડિસ્પલે બેકલાઈટ હંમેશા 100 ટકા રાખવાની છે તેની જગ્યાએ 50 ટકા રાખવી, તે સ્ટાર્ન્ડડ કહિ શકાય છે
10) જરૂર ન હોય ત્યારે સાઉન્ડનો ઉપયોગ ન કરવો, સાઉન્ડ લેવલ ઝીરો અથવા મ્યૂટ રાખી શકો છો
11) લેપટોપને સમયાંતરે ટ્યૂનઅપ કરતા રહેવું જોઈએ. એટલેકે ક્લીનઅપ, ડિફ્રેગમેન્ટ વગેરે….
12) લેપટોપની નીચે શક્ય હોય ત્યારે પેપર અથવા કોઈ સ્ટેન્ડ રાખીને કામ કરવું જેથી ગરમી બહાર જવાની જગ્યા મળશે તો પણ બેટરી બેકઅપમાં વધારો થાય છે
13) કામ કરતી વખતે બેટરી ઓછી હોય ત્યારે એક સાથે ઘણાં કામ ન કરવા. તેનાથી પ્રોસેસર પર લોડ ઘટશે અને બેટરીનો વપરાશ પણ ઓછો થશે
14) લેપટોપને ક્યારેય પણ ચાર્જિંગમાં બંધ ન કરવું. કામ પત્યાં પછી ચાર્જિંગ બંધ કરી દો અથવા ફુલ ચાર્જ થયા પછી લેપટોપ બંધ કરીને મુકવું
15) સમયાંતરે સોફ્ટવેર અપડેટ કરતાં રહેવું જોઈએ. તેનાથી પણ બેટરીમાં થોડો સુધારો થાય છે

10 tips to increase your laptop's battery backup

Comments

comments


4,525 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 16