તમારા ઘરમાં રહેલી આ ૧૦ વસ્તુઓ ક્યારેય પણ તમારો જીવ લઈ શકે છે!!

આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણને સામાન્ય લગતી હોય છે. જેમકે બેડ, લો બોલો હવે આમાં શું જોખમ હોય!! પરતું શું તમે જાણો છો કે દર વર્ષે ઘણા બધા લોકોનું બેડ પરથી પડવાથી મૃત્યુ થાય છે. આવું પણ થાય! હા, અને એવી ઘણી વસ્તુ છે જેનું નિયમીત અથવા ખોટી રીતે વાપરવાથી તમારા જીવનું જોખમ રહે છે. તો ચાલો જાણીએ, તે કઈ વસ્તુઓ છે…

ફ્રેગરેન્સ

dangerous household items for human

સેન્ટ અને ડીયોમાં ‘Phthalates’ હોય છે. એક સંશોધનના માધ્યમથી જાણવા મળે છે કે આના વપરાશથી નવજાત શિશુઓમાં અસામાન્ય વિકાસ થાય છે, જે આગળ જઈને નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બ્લીચ

dangerous household items for human

ઘરમાં ઉપયોગ થતા ક્લીનર્સમાં બ્લીચ હોય છે. જો એમોનીયા ગેસની સાથે તેનું મિશ્રણ થાઈ તો જીવલેણ સાબિત થાય છે.

બેડ

dangerous household items for human

શું તમે જાણો છો, દરવર્ષે ૪૫૦ લોકોનું મૃત્યુ બેડમાંથી પડવાને કારણે થાઈ છે?

લીડ પેઇન્ટ

dangerous household items for human

જો તમારું ઘર ૧૯૭૮ ની પહેલા બનેલ છે તો તમને લીડ પેઇન્ટથી જોખમ હોઈ શકે. જો પેઇન્ટ વોલ પર લાગે તો કોઈ વાંધાજનક નથી, પણ તેની પોપડી પડીને ખરે તો તેના કણો ઝેરીલા હોય છે.

નાના છોડ

dangerous household items for human

તમને એવું લાગતું હશે કે ઘરની અંદર રાખવામાં આવતા નાના છોડ સુરક્ષિત હોય છે, પરંતુ એવું નથી. ઘણા વૃક્ષો ઝેરી હોય છે તેથી બાળકોને આનાથી દુર રાખવા.

સનસ્ક્રીન

dangerous household items for human

તડકાથી બચાવ માટે સનસ્ક્રીનમાં એવા કેમિકલ્સ હોય છે જેનાથી ગર્ભવતી મહિલાને નુકશાન થાઈ છે, જે નાના બાળકના વિકાસમાં મુશ્કેલી પેદા કરે છે.

ફૂગ

dangerous household items for human

ભેજનું પ્રમાણ વધવાને કારણે થતી ફૂગ જો વધી જાઈતો ખતરનાક સાબિત થઈ શકે છે. આનાથી એલર્જીક રિએક્શન, અસ્થમાનો હુમલો અને કેન્સર થાય છે.

હેર ડાય

dangerous household items for human

વાળાને કાળા કરવા વળી હેર ડાયમાં ‘Toulene’ નામનું કેમિકલ હોય છે, જેનાથી લોહીનું કેન્સર થઈ શકે છે.

બાથટબ

dangerous household items for human

જો તમારા બાથરૂમમાં બાથટબ હોય તો જાણી લ્યો કે દરવર્ષે ૩૫૦ લોકોનું મૃત્યુ બાથટબ માંથી પડવાથી અથવા બીજા અન્ય કારણોથી થાય છે.

Comments

comments


15,514 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 6 =