તમારા ઈશારે ચાલશે આ કાર, આંખ બંધ કરતા નહિ થાય એકસીડન્ટ

dsc (1)

હવે કારમાં ડ્રાઈવરની જરૂર નહિ પડે. હાલમાં ઓટોમોબાઈલ કંપનીઓ ગિયરલેસ કાર બનાવી રહી છે. આ કારમાં બેક સેન્સર કૅમેરો અને લેસર સેન્સર પણ શામેલ છે. રસ્તાઓમાં થતી દુર્ઘટનાઓ ઓછી કરવા માટે હવે  ડ્રાઈવરલેસ કારને રસ્તામાં ઉતારવામાં આવી છે.

આ પ્રકારની કારનું ટેસ્ટીંગ અમેરિકા અને ઈંગ્લેન્ડમાં શરુ થઇ ગયું છે. ‘ડેલી મેઈલ ડોટ કો ડોટ યુકે’ ના અહેવાલો અનુસાર ઈંગ્લેન્ડ ડ્રાઈવરલેસ કાર પ્રોજેક્ટ પર 20 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી રહ્યું છે. લન્ડન ના હીથ્રો એરપોર્ટ પર મુસાફરોને એક ટર્મિનલ થી બીજા ટર્મિનલ સુધી કોઇપણ પ્રકારના નડતર વગર પહોચાડી રહી છે.

ઇંગ્લેન્ડના ઇન્સ્ટિટ્યુટ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ ના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના પ્રમુખ ફીલીપ્પા ઓલ્ડહમ જણાવે છે કે ડ્રાઈવરલેસ કાર આવવાથી યુનાઇટેડ કિંગડમ ને દર વર્ષે 51 મિલિયન પ્રતિ વર્ષે નો ફાયદો થશે.

dsc (2)

dsc (3)

Comments

comments


5,161 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 24