આખી દુનિયામાં કરોડો લોકો ટોબેકો (તમાકુ) નું સેવન કરે છે. દરવર્ષે દેશમાં તમાકુનું સેવન કરનાર લાખો લોકોનું મૃત્યુ પણ થાય છે. આનાથી તમને અલગ અલગ બીમારીઓ પણ થાય છે. આને ઘીમું ઝેર ગણવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં લાખો સ્ટુડન્ટ અને અન્ય વ્યક્તિઓ (ટેવ છે તે) એક બીજાની સ્ટાઈલ મારવાના ચક્કર માં પણ આનું સેવન કરતા હોય છે. તો વળી કોઈ સેડ્નેસ દુર કરવા.
સ્મોક, અફીણ, ગાંજો, ભાંગ, શરાબ, સિગારેટ અને તમાકુ વગેરેનું સેવન એ ભયંકર ભવિષ્ય છે. આનું એક જ પરિણામ છે, જે મૃત્યુ છે. આ બધા કેફીન પદાર્થોના સેવનને રોકવાના અહી ઘરેલું નુસખાઓ દર્શાવવામાં આવ્યા છે.
* તમાકુ છોડવું હોય તો સૌપ્રથમ પોતાના ખિસ્સામાં આખું આનું પેકેટ રાખવાનું બંધ કરો અને ચિલ્લર રાખવાન ટાળો. તો તમારા પર્સમાં 100 કે 500 ની નોટ હશે તો 7 રૂપિયાનું તમાકુ ખર્ચતા પહેલા તમને સો વાર વિચાર આવશે.
* આ ખરાબ આદત ને છોડવા માટે બારીક વરીયાળી અને ખાંડ બંનેને મેળવીને ઘીરે ઘીરે ચૂસો, જયારે આ નરમ થઇ જાય ત્યારે આને ચાવીને ખાવું.
* આ ટેવ ને દુર કરવા માટે હરડેમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું નાખીને એક મિશ્રણ બનાવવું. પછી આને બે ત્રણ દિવસ સુધી સૂકાવવા દેવું. ત્યારબાદ આને એક શીશીમાં ભરીને પ્રતિદિન આ મિશ્રણને ચૂસવું. આ રીત તમાકુ છોડવામાં મદદ કરશે.
* ડ્રાય આંબલાના ટુકડા કરી તેમાં એલચી, વરીયાળી, હરડે અને મધ મેળવીને પોતાની સાથે રાખો. જયારે તમાકુ ખાવાનું મન થાય ત્યારે આ મિશ્રણને મોઠામાં રાખવું અને ચાવવું.
* પોતાની પાસે સિગારેટ, તમાકુ, ગુટકા વગેરે જેવા કેફી પદાર્થો રાખવાનું બંધ કરી દો.
* 100 ગ્રામ અજમા માં 100 ગ્રામ વરીયાળી નાખીને તેમાં 60 ગ્રામ જેટલું કાળું મીઠું નાખી આ ત્રણેય ને પીસી લો. હવે આ મિશ્રણમાં બે લીંબુનો રસ નાખીને મિક્સ કરવું અને આખી રાત સુધી પલાળી રાખો. પછી આ મિશ્રણને ગેસમાં શેકી લેવું અને એક બોટલમાં ભરવું. આનું સેવન રોજ કરવું.