તબ્બુ જોવા મળશે શિવાય સ્ટાર અજય દેવગણ સાથે રોમાંસ કરતા

tabbu_pics_9-600x400

બોલીવુડની ગલીઓમાં ચર્ચા છે કે તબ્બુ શિવાય સ્ટાર અજય દેવગણ સાથે સિલ્વર સ્ક્રીનમાં રોમાન્સ કરશે. જાણકારી અનુસાર ‘ગોલમાલ’ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી ‘ગોલમાલ રીટર્ન’ બાદ ગોલમાલ ની નવી સીરીઝ એટલેકે ‘ગોલમાલ અગેન’ બનાવવા જઈ રહ્યા છે.

‘ગોલમાલ અગેન’ માં અજય ની સાથે અરશદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને શરમન જોશી આગામી સીરીઝ ની જેમ તો છે જ પણ આમાં પહેલી વાર તબ્બુ નું નામ જોડવામાં આવ્યું છે.

‘ગોલમાલ અગેન’ ખુબ જ સફળ ફિલ્મ ‘ગોલમાલ’ ની આગામી ફ્રેન્ચાઇઝી છે, જેનાથી રોહિતને ઘણી ઉમ્મીદ છે. આ ઉપરાંત તબ્બુ સિવાય ફિલ્મમાં પરિણીતી ચોપરા પણ જોવા મળશે. તે પણ તબ્બુ ની જેમ જ લીડ રોલમાં જોવા મળશે. જાણકારી અનુસાર ‘ગોલમાલ અગેન’ દિવાળીમાં રીલીઝ થઇ શકે છે.

Comments

comments


4,398 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =