ગૂગલ ની કાર ને દ્રાઈવર ની જરૂર નથી

ડ્રાઇવર વગર ચાલશે ગૂગલની કાર

ગૂગલની ડ્રાઇવર વગરની કારમાં સ્ટિયરિંગ વ્હીલ, એક્સિલેટર પેડલ કે બ્રેક નથી. તેનો ડ્રાઇવર ‘શોફર’ સોફ્ટવેર છે

ગૂગલની ડ્રાઇવર વગરની કાર રજૂ કરવામાં આવી છે. આ કાર ચલાવવા માટે ડ્રાઇવિંગ સીટ પર બેસવાની જરૃર નથી. ગૂગલ કાર સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ચાલે છે. માત્ર એક બટન દબાવતાની સાથે જ આ કાર ચાલવા લાગશે. સ્થળની ઓળખ માટે કારમાં જીપીએસ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.જેથી તમે કહો તે સ્થળ સુધી કાર તમને લઈ જશે.

આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે આ કારમાં સ્ટિયરિંગ વ્હીલ એક્સિલેટર પેડલ કે બ્રેક નથી.આ કારનો ડ્રાઇવર ગૂગલનું ‘શોફર સોફ્ટવેર છે. આ કાર બાજુમાંથી પસાર થતાં કે ઊભેલાં વાહનો તથા ઇમારત કે વસ્તુને પણ ઓળખી શકે છે. ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કારનો મુખ્ય હેતુ અકસ્માતોને અટકાવવાનો છે. સાથે કારની મજબૂતાઈ પણ એટલી છે કે તે અકસ્માતથી બચાવશે.

ગૂગલના એન્જિનિયરોએ આ કારનો પ્રથમ ટેસ્ટ ડ્રાઇવ કેલિર્ફોિનયાના રસ્તાઓ પર કર્યો હતો.આ દરમિયાન જ કારમાં ઘણા ફેરફાર અને વિકાસ કરવામાં આવ્યો છે.

Without Driver Google Car

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,430 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5