ડિફરન્ટ પ્રકારના લાજવાબ નારિયેળ ચણાના પરોઠા

સામગ્રી

Coconut Paratha2blog

* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ ટેબલ સ્પૂન આખુજીરું,

* ૧/૨ કપ છીણેલું નારિયેળ,

* ૨ ટેબલ સ્પૂન આદું-મરચાની પેસ્ટ,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૨ ટેબલ સ્પૂન ઘણાજીરું,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૨ ટેબલ સ્પૂન ચાટ મસાલો,

* ૧ કપ પલાળેલા અને બાફેલા કાબુલી ચણા

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૧૧/૪ કપ ઘઉંનો લોટ,

* ૧ ટેબલ સ્પૂન તેલ.

રીત

પરોઠા માટે ફીલિંગ બનાવવા નોનસ્ટીક પેનમાં ઓઈલ રેડવું. તેલ ગરમ થાય એટલે તેમાં આખુજીરું છીણેલું નારિયેળ નાખીને એક મિનીટ સુધી હલાવવું. હવે આમાં આદું-મરચાની પેસ્ટ, હળદર, ઘણાજીરું, લાલ મરચું,  અને ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લેવું.

ત્યારબાદ આ મિશ્રણમાં પલાળેલા અને બાફેલા કાબુલી ચણા અને સ્વાદાનુસાર મીઠું નાખી હલાવીને બે મિનીટ સુધી કુક થવા દેવું. હવે આમાં નાખેલ ચણાને મેશરથી મેશ કરી નાખવા. જેથી પરોઠા બરાબર વણાય. પછી બરાબર મિક્સ કરી લેવું.

ત્યારબાદ આમાં સમારેલ કોથમીર નાખીને હલાવવું. તો તૈયાર છે ફીલિંગ. હવે પરોઠાનો લોટ બાંધવા માટે બાઉલમાં ઘઉંનો લોટ, સ્વાદાનુસાર મીઠું અને તેલ નાખીને થોડા થોડા પાણીથી લોટ બાંધવો. પછી લોટનું ગુલ્લુ લઈને તેને વણવું. અને થોડું મોટું ગુલ્લુ થાય એટલે તૈયાર કરેલ ફીલિંગ આમાં દોઠ ચમચી જેટલું નાખવું.

આલું પરોઠા જેવું રીતે બનાવીએ તેવી રીતે આનું ગુલ્લુ કરીને બન કરવું.  હવે આને ધીમા હાથે વણવું. જેથી પરોઠા ફાટે નહિ. પરોઠા વણાય એટલે નોનસ્ટીક પેનમાં મુકીને એક બાજુ જેવા તેવા સેકાય એટલે ઉપરથી તેલ રેડવું. પછી બીજી બાજુ પલટાવીને તેના પર તેલ રેડવું. તો તૈયાર છે નારિયેળ ચણાના પરોઠા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,669 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 54

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>