ડાકોર માં છે ભવ્ય રણછોડરાયનું મંદિર

sri-ranchhodraiji-temple_1412751037

આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. માનવામાં આવે છે કે 1722 માં અહી રણછોડદાસજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ગુજરાતનું આ પવિત્ર હિંદુઓના ટોપ ધાર્મિક સ્થળોમાંથી એક છે.

આ ગુજરાતનું પ્રખ્યાત વૈષ્ણવ તીર્થ છે. ફક્ત મંદિર જ નહિ, ભગવાન શ્રી કૃષ્ણ અહી પોતાના સુંદર દેખાવને કારણે પણ પ્રસિદ્ધ છે. અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. રણછોડરાય મંદિરમાં પુનમ અને હોળીના ઉત્‍સવ પર પુનમના મેળામાં કરિયા ઠાકોરના દર્શન માટે પણ લોકોનો ધસારો રહે છે.

ડાકોર માં મહાભારતકાળના સમયનું ગોમતી તળાવ છે. ગોમતી તળાવમાં ગોમતી નદીનું પાણી આવે છે. ગોમતી તળાવની ઉત્પતિ મહાભારતકાળની હોવાનું માનવામાં આવે છે. મહાભારતકાળમાં ચરોતર અને તેમાં પણ ડાકોરની આસપાસનો વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાતો હતો. આજે સદીઓ બાદ પણ ભગવાનમાં ભક્તોની આસ્થા અખંડ છે.

Gomati_Ghat,_Dakor,_Gujarat

આ મંદિરને સફેદ આરસપહાણથી બનાવવામાં આવ્યું છે. સોનાનો કળશ અને સફેદ ધ્વજાવાળું આ મંદિર આ જીલ્લાનું સૌથી ઊંચું મંદિર છે. અહી મુખ્ય રૂપે રણછોડરાયજી (શ્રીકૃષ્ણ) ની પ્રતિમા કાળા રંગના પથ્થરથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા 1 મીટર લાંબી અને 4 5 સે.મી. પહોળી છે. મંદિરના કોતરકામ માં મહારાષ્ટ્રના સ્થાપત્ય શૈલી નો પ્રભાવ છે.

જાણકારી અનુસાર આ મંદિરનું નિર્માણ પુણે માં પેશ્વાની અદાલતના શ્રોફ ગોપાલ જગન્નાથની પ્રેરણા સેભાલચંદ્રરાવ અને તેમના વંશજોએ સન 1772 માં કરાવ્યું હતું. ક્યારેક વડોદરાના ગાયકવાડે આ મંદિરને અહીનું કલાત્મક સિંહાસનભેટમાં આપ્યું હતું.

પ્રસિધ્ધ ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે.

15 - 1

અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

આની આજુબાજુ ટુરિસ્ટ અટ્રેકશન માટે નાના મોટા મંદિરો છે. અહી દત્તાત્રેય મંદિર, નરસિંહ મંદિર, શંકરાચાર્ય મઠ, શ્રીજી બેઠક, શ્રીજી ચરણ અને બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ભગવાને પકડેલ લીમડો વગેરે સ્થળો આવેલ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,917 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>