ડાકોરના રણછોડરાયજી મંદિરમાં જતા રજકણ સ્પર્શથી મળે છે મુક્તિ

Dwarkadhish-Temple

ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે અને આપણા ગુજરાતમાં વસેલ છે પવિત્ર દ્વારકા નગરી. આજથી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણ મથુરા છોડીને અહી રહ્યા હતા. અહી આવેલ પવિત્ર રણછોડરાયજી મંદિર ઠીક એ જ જગ્યા એ છે જ્યાં શ્રીકૃષ્ણનો મહેલ ‘હરીગૃહ’ હતો.

શ્રીકૃષ્ણ એ દ્વારકામાં આવીને ખંડર થયેલ જગ્યાએ એક નવા નગરની સ્થાપના કરી હતી હાલનું વિદ્યમાન મંદિર અહી સન ૧૭૭૨ માં બનાવવામાં આવ્યું છે. આ ગુજરાતના જામનગર જીલ્લાની નજીક છે.

પુર્વાવતાર માં શ્રીકૃષ્ણના આદેશ અનુસાર વિશ્વકર્માએ આ નગરીનું નિર્માણ કર્યું હતું. હિન્દુધર્મના મહાભારત ગ્રંથમાં આનું સંક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવ્યું છે. આને વૈષ્ણવ લોકોનું પવિત્ર તીર્થ માનવામાં આવે છે.

ડાકોરના રણછોડરાયજી દેવ પણ શ્રીકૃષ્ણ ભગવાનનું જ એક અંગ છે. અહી જન્માષ્ટમીનો પર્વ ખુબજ ઘામઘુમ થી ઉજવવામાં આવે છે. આ તહેવારના દિવસે અહી સેકડો લોકો એકઠા થાય છે.

કોઇપણ ધાર્મિક પ્રસંગે અહી મોટી સંખ્યામાં સંતો તથા સત્સંગીઓ, શ્રઘ્ધાળુઓ ઉપસ્થિત રહે છે. કાનુડાના આ મંદિરના ભાવથી દર્શન કરી રજકણ સ્પર્શથી જ મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે. સોનાનો કળશ અને સફેદ ધ્વજા વાળા આ મંદિરને સૌથી ઊંચું મંદિર માનવામાં આવે છે.

Dwarakadheesh-1220164

મુખ્ય વિગ્રહ રણછોડ રાયજીની પ્રતિમાને કાળા પથ્થરથી બનાવવામાં આવી છે. આ પ્રતિમા એકમીટર લાંબી અને ૪૫ સેન્ટીમીટર પહોળી છે. આ મંદિરનું નિર્માણ પુનાની પેશ્વા અદાલતના શ્રોફ ગોપાલ જગન્નાથની પ્રેરણા અને સેભાલચંદ્ર રાવ અને એમના વંશજોએ સન ૧૭૭૨ માં કરાવ્યું હતું.

આ ઉપરાંત મંદિરના સિહાસન ની વાત કરવામાં આવે તો તેને વડોદરાના ગાયકવાડે કલાત્મક સિહાસન ભેટ કર્યું હતું. સાત માળ જેટલા ઊંચા મંદિરના શિખરને ૨૩૫ મીટર ઉંચો બનાવવામાં આવ્યો છે. અહી પૂનમનો મેળો ભરાય છે. જેમાં દેશ-વિદેશથી તમામ શ્રીકૃષ્ણમાં આસ્થા રાખતા લોકો પહોચે છે.

આને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. દેવભૂમિ ડાકોરમાં મંગળા આરતી કરવામાં આવે છે ત્યારે લાખો ભક્તો દર્શન કરવા ઉમટે છે.

ખાનપાન તરીકે ડાકોરના ગોટાં ખૂબ પ્રખ્યાત છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ ચોક્કસ માણે છે. અહીં આવેલ ધર્મશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,532 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>