ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

શાક અને કચુંબર તરીકે ઘણા પ્રાચીન સમયથી આપણે મૂળાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે.

ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

મૂળા ઠંડીમાં ખાવામાં આવતું એક એવું શાક છે મોટાભાગે જેનો ઉપયોગ લોકો સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. તો ચાલો આજે જાણો એવા જ કેટલાક લાભ વિશે.

ગુણધર્મ:

ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

આયુર્વેદ અનુસાર નાના મૂળા તીખા, ગરમ, રુચિકારક, પચવામાં હલકા ત્રણે દોષને હરનાર, સ્વરને સારો કરનાર, તાવ તથા શ્વાસને મટાડનાર અને નાકના રોગ, કંઠના રોગ તથા નેત્રના રોગને મટાડનાર છે. જ્યારે મોટા મૂળા રુક્ષ, ગરમ, ભારે અને ત્રિદોષકારક છે અને એ જ મૂળા જો તેલ કે ઘીમાં પકવ્યા હોય તો તે મૂળા ત્રણે દોષનો નાશ કરે છે.

હંમેશા કૂણા અને કોમળ નાના મૂળા ખાવા જોઈએ. મૂળા ખાવાથી આહાર પ્રત્યે રુચિ વધે છે, તે પાચક છે અને જઠરાગ્નિને મજબૂત બનાવે છે તથા તે કફ અને વાયુદોષને મટાડે છે. તે પેટના કૃમિનો નાશ કરે છે. મૂળાનો રસ પીવાથી પથરી થતી નથી અને થઈ હોય તો નાશ પામે છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તેમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ રહેલું છે.

ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

મૂળાનો કંદ સફેદ હોય છે પણ તેમાં લોહધાતુ હોવાથી તે લોહીને શુદ્ધ કરે છે અને લોહીના ઘટકોની વૃદ્ધિ કરે છે અને શરીરને તાંબા જેવું બનાવે છે. પાંડુરોગ અથવા એનિમિયાના રોગીઓ માટે મૂળા એક વરદાનરૂપ છે.

હાઇપોથાયરોડિઝમ નામનો એક ભયંકર અને અતિ કષ્ટસાધ્ય રોગ થાય છે. શરીરમાં આયોડિનની ઊણપના કારણે આ રોગ થાય છે. અહીં પ્રકૃતિ મૂળાના રૂપમાં સહાય કરે છે, કેમ કે મૂળામાં પ્રાકૃતિક આયોડિન હોય છે તથા તે સોજાને પણ મટાડે છે. મૂળાનું સેવન કરવાથી થાઇરોઇડ ગ્રંથિ ક્રિયાશીલ થાય છે. તેમાં આવેલો સોજો દૂર થાય છે અને મૂળા સ્થિત આયોડિન શરીરને પ્રાપ્ત થાય છે. આ કારણોથી આ રોગ મટે છે. હાયપોથાયરોડિઝમના રોગીઓને દરરોજ 1થી 2 મૂળા ખાવા જોઈએ.

મૂળાનું સેવન સૂકી ઉધરસ-ખાંસીમાં વાયુને દૂર કરે છે. મૂળા વાયુનાશક તથા મળશુદ્ધિ કરનાર છે. એટલે મર્હિષ ચરકે સૂકી ખાંસીમાં મૂળાને ગુણકારી ગણ્યા છે. સૂકી ખાંસીવાળા માટે કુમળા મૂળાના શાકનું સેવન લાભકારક છે. કબજિયાતમાં પણ મૂળા ફાયદો કરે છે.

ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

મૂત્રપ્રવૃત્તિ બરાબર ન થતી હોય તેમણે મૂળાનાં પાનનો રસ ઘણો લાભદાયી છે. પથરીની શરૂઆતની અવસ્થામાં મૂળાના ઉપયોગથી પથરીને ઓગાળી શકાય છે.

મૂળા જઠરાગ્નિવર્ધક, આહારનું યોગ્ય પાચન કરનાર અને પોષણ આપનાર હોવાથી શિયાળામાં ઉત્તમ છે. શરદઋતુમાં મૂળા ખાવા હિતાવહ નથી. ભોજનની પહેલાં મૂળા ખાવાથી પિત્તને વધે છે, એટલે ભોજનની સાથે તે ખાવા જોઈએ.

હૃદય સંબંધી બીમારીથી પીડાતા લોકો અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે મૂળાનું સેવન લાભકારક હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓએ પણ નિયમિત સલાડ તરીકે મૂળાનું સેવન કરવું જોઈએ. કારણ કે બ્લડપ્રેશરની સમસ્યાને જડથી દૂર કરવામાં મૂળા કારગર સાબિત થાય છે.

ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

સવારે મૂળાના પાનમાં સિંધાલું મીઠુ લગાવીને ખાવાથી મોઢામાં આવતી દુર્ગંધ દૂર થાય છે. મૂળા શરીરમાંથી કાર્બનડાઈઓક્સાઈડ નિકાળીને શરીરને ઓક્સીજન આપે છે. મૂળા આરોગવાથી દાંતના હાડકાં મજબૂત થાય છે. થાક દૂર કરવા અને સારી નીંદર માટે પણ મૂળા અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

મૂળાની મોગરી થોડીક ગરમ અને કફવાયુનાશક છે. તેનાં ફૂલ કફકારક અને પિત્તજનક છે. ખાસ કરી અગ્નિમાંદ્ય, અરુચિ, જૂની કબજિયાત, હરસ, આફરો, માસિકસ્રાવની કષ્ટતા, ગોનોરિયા, મૂત્રકૃચ્છ, પથરી, કફવાતજ્વર, શ્વાસ, હેડકી અને સોજા વગેરે રોગોમાં મૂળા લાભદાયક છે.

ચામડીના નાના-મોટા રોગમાં મૂળા ખૂબ ગુણકારી માનવામાં આવે છે. ખસ, ખરજવું, દાદર જેવા રોગમાં આખા મૂળા ચાવીને ખાવાથી લાભ થાય છે. મૂળા બળવર્ધક પણ છે.

ઠંડી સાવ જતી રહે તે પહેલાં, આ સફેદ કંદનો ઉપયોગ કરી મટાડો બીમારીઓ

હરસના રોગી માટે મૂળાનો એક પ્રયોગ છે. મૂળાના કંદમાં ડગળી પાડી તેમાં ત્રણ એલચી છાલ સાથે આખી મૂકી ડગળી બંધ કરવી. તેના ઉપર દોરો વીંટી દેવો અને આખી રાત પાણીમાં મૂકી રાખવો. સવારે એચલી બહાર કાઢી ફોલી તેના દાણા નરણે કોઠે પી જવા. આ રીતે ત્રણ દિવસ આ પ્રયોગ કરવાથી હરસ મટે છે. હરસમાં લોહી પડતું હોય તો બંધ થાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,943 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>