શિયાળો આવે એટલે આપણે ખાધપદાર્થોમાં વધારે ઘ્યાન આપવું જરૂરી છે. અમુક એ પ્રકારના ભોજન ખાવા જોઈએ જેનાથી શરીરમાં ઉર્જા મળે અને ગરમી પણ થાય. જો આ મોસમમાં તમે ઉન ના કપડા પહેરો તો તે તમને ફક્ત બહારથી કવર કરશે પણ શરીરને અંદરથી ઠંડીથી પ્રોટેક્ટ કરવા માટે અહી જણાવેલ ખોરાક તમે ખાઈ શકો છો.
* ભારતીય રસોઈમાં વપરાતું લસણ બધા રોગોનું અચૂક દવાખાનું છે. લસણ ગરમ હોવાથી ઠંડ ભગાવવા ગુણકારી ગણાય છે. આમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આને ખાવાથી એનર્જી મળે છે. આની કાચી કળીઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લસણમાં પ્રોટીન, વસા, ખનીજ પદાર્થ, ચૂનો, લોઢું, વિટામીન એ, બી, સી અને વિશેષ માત્રામાં સલ્ફ્યુરિક એસીડ મળી આવે છે.
* લીલી મરચી વિટામીન સી અને ઇ યુક્ત હોય છે. ઠંડીમાં આનું સેવન કરવાથી આ કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચાવે છે. આ શરીરમાં તાપમાન વધારવાનું કામ કરે છે.
* અમુક અનાજ શરીરમાં ખુબ જ ગરમી ઉત્પન્ન કરે છે. તેમાંથી એક છે બાજરો. ઠંડીમાં આના રોટલા બનાવીને ખાવા જોઈએ. આમાં ઘણા બધા સ્વાસ્થ્ય ગુણો મળી આવે છે. અન્ય અનાજો ની માત્રામાં આમાં સૌથી વધારે પ્રોટીન ની માત્રા મળી આવે છે.
આમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફાઇબર, વિટામિન બી અને એન્ટિઓક્સીડન્ટ્સ ભરપુર માત્રામાં મળી આવે છે.
* શિયાળામાં તલ અને ગોળ બરાબર માત્રામાં લઈ તેના લાડુ બનાવવા. દરરોજ એક-એક લાડવો ખાવાથી માનસિક દુર્બલતા દુર થાય છે અને શરીર ઉર્જાવાન બને છે. આ તમને ઠંડીથી પણ બચાવશે.
* ગાજરની સીઝન શિયાળામાં આવે છે. આ ત્વચાને ઠંડીથી પ્રોટેક્ટ કરે છે. આનાથી આંખની રોશની વધે છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે. આ એક ગરમ આહાર છે. આને ચોક્કસ ખાવું.
* જમરૂખ પણ વિન્ટરની સિઝનમાં આવતું ફ્રુટ છે. આમાં અલગ અલગ પ્રકારના વિટામિન્સ રહેલ છે. સાથે જ આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો રહેલ છે.
* આદુ તમને નાની મોટી બીમારીઓથી બચાવશે, જે વિન્ટરમાં જનરલી બધાને થતી હોય છે. આદુ ડાઈઝેશન ઠીક કરે છે અને શરીરને ગરમી આપે છે.