ટ્રાય કરો આ ગુજરાતી ડીશ ‘પંચમેલ ખીચડી’

સામગ્રી 

051020126911

* ૧૧/૨ કપ ચોખા,

* ૧ ટેબલ સ્પૂન મસુર દાળ,

* ૧ ટેબલ સ્પૂન ચણાની દાળ,

* ૧ ટેબલ સ્પૂન પીળી મગની દાળ,

* ૧ ટેબલ સ્પૂન તુવેર દાળ,

* ૨ ટેબલ સ્પૂન ધી,

* ૧ ટેબલ સ્પૂન આખું જીરું,

* ૧ ટી સ્પૂન સમારેલ લસણ,

* ૧ ટી સ્પૂન છીણેલું આદુ,

* ૧/૪ કપ સમારેલ કાંદા,

* ૧/૨ કપ કાપેલી કોબીજ,

* ૩/૪ કપ કાપેલા ફ્લાવર,

* ૧/૨ કપ કાપેલા બટાટા,

* ૧/૨ કપ લીલા વટાણા.

* ૧ ટી સ્પૂન લાલ મરચું.

* ૧/૪ ટી સ્પૂન હળદર પાવડર,

* ૨ ટી સ્પૂન ધાણાજીરું,

* ૧/૨ કપ કાપેલા ટામેટા,

* સ્વાદાનુસાર મીઠું,

* ૩ કપ ગરમ પાણી.

રીત

vegetable-khichdi-recipe

એક કુકરમાં ધી, જીરું, લસણ અને આદુ નાખી એક મિનીટ સુધી સાંતડવું. હવે આમાં કાંદા નાખીને એક મિનીટ સુધી સાંતડવું. ત્યારબાદ આમાં કોબીજ, ફ્લાવર, બટાટા અને વટાણા નાખીને બે મિનીટ સુધી આને સાંતડવું. હવે આમાં ઉપરથી લાલ મરચું, હળદર પાવડર, ધાણાજીરું નાખીને બરાબર મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ આ મિશ્રણમાં ટામેટા, પલાળેલા ચોખા, ચાર પ્રકારની દાળ નાખવી, મીઠું અને ગરમ પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ આને પ્રેશર કુકરમાં બે સીટી વગાડવી. કુકરની બે વિસલ વાગ્યા બાદ તૈયાર છે ગરમ- ગરમ ખીચડી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,397 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>