એવા દેશો જેમાં છે સોનાની અખૂટ ખાણો

Here are the top 10 desah inexhaustible reserves of gold, the mine is a gold drain

સોનું મુશ્કેલીના સમયે કામમાં આવે છે. ઘણાં દેશો તેને અનામત તરીકે રાખે છે. સોનાની અનામતના મામલે ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલમાં જ આવેલ એક રિપોર્ટમાં તેને રશિયાને પછાડીને ટોપ-10 સોનાની અનામત ધરાવતા દેશની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ભારત આ યાદીમાં દસમાં સ્થાન પર છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબલ્યૂજીસી)ના અહેવાલ અનુસાર, સૌથી વધુ સોનાની અનામત ધરાવતા દેશમાં અમેરિકા પ્રથમ નંબર પર છે. આ સૌની વચ્ચે એ જાણવું પણ રોચક છે, કે આખરે વિશ્વની કઈ ખાણમાંથી કેટલું સોનું નિકળે છે. Janvajevu તમને આવી પાંચ ખાણ વિશે જણાવી રહ્યું છે.

પહેલા જાણો, સોનાની સૌથી વધુ અનામત ધરાવતા ટોપ-10 દેશ

Here are the top 10 desah inexhaustible reserves of gold, the mine is a gold drain

આ છે સોનું કાઢતી સૌથી મોટી ખાણ

1. મુરન્તૌ

Here are the top 10 desah inexhaustible reserves of gold, the mine is a gold drain

સોનાની ખાણની વાત આવે ત્યારે વિશ્વની સૌથી વધુ સોનાનું ઉત્પાદન ઉઝ્બેકિસ્તાન સ્થિત મુરન્તૌની ખાણમાંથી થાય છે. આ ખાણમાંથી 2014માં કુલ 26 લાક ઔંશ સોનું કાઢવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ રીતે ખુલ્લા ખાડાની ખાણ છે. આ ખાણ 3.35 કિમી લાંબી, 2.5 કિલોમીટર પહોળી અને 560 મીટર ઉંડી છે. આ ખાણ સંપૂર્ણ રીતે સરકારને આધીન છે. એક અંદાજ મુજબ અત્યાર સુધી આ ખાણમાંથી 1700 લાખ ઔંશ સોનું કાઢવામાં આવ્યું છે.

2. ગ્રાસબર્ગ

ઇન્ડોનેશિયામાં આવેલ આ ખાણ પણ ખુલ્લા ખાડાની ખાણ છે, સોનાનું ઉત્પાદનના આધારે આ ખાણ વિશ્વમાં બીજા નંબર પર આપે છે. પાછલા વર્ષે આ ખાણમાંથી 11.31 લાખ ઓંશ સોનું કાઢવામાં આવ્યું હતું. આ ખાણમાંથી મોટા પાયે ખોદકામ ચાલુ છે, જેના માટે અહીં ઓથોરિટીએ 2017 સુધી સોનું કાઢવાની મંજૂરી આપી છે.

3. પ્યૂબ્લો વિએજો

Here are the top 10 desah inexhaustible reserves of gold, the mine is a gold drain

આ ખાણમાં બે કંપનીઓ બેરિક અને ગોલ્ડ કોર્પ સંયુક્ત રૂપથી સોનું કાઢવાનું કામ કરે છે. આ માઇનિંગમા બેરિકંની હિસ્સેદારી 60 ટકા અને ગોલ્ડ કોર્પની હિસ્સેદારી 40 ટકા છે. આ ખાણની શરૂઆત ડોમિનિકન રિપબ્લિકમાં 2012માં થઈ હતી. 2014માં આ ખાણમાંથી 11.08 લાખ ઔંસ સોનાનું ઉત્પાદન થયું હતું.

4. યાનકોચા

સાઉથ અમેરિકા સ્થિત આ ખાણ ડિપાર્ટમેન્ટ ઓફ કાજમાર્કા અંતર્ગત આવે છે. આ ખાણ નોર્થઇસ્ટ લીમાથી 800 કિલોમીટર દૂર છે. આ ખાણ સમુદ્રની સપાટી કરતાં 3500-4100 મીટરની ઉંચાઇ પર છે. આ ખાણમાંથી 2014માં કુલ 9.70 લાખ ઓંસ સોનું કાઢવામાં આવ્યું હતું.

5. કાર્લિન ટ્રેન્ડ

Here are the top 10 desah inexhaustible reserves of gold, the mine is a gold drain

ન્યૂમોન્ટ કાર્લિન ટ્રેન્ડ માઇન કોમ્પ્લેક્સ અમેરિકાના નેવાડામાં આવેલી છે. આ ખાણ જમીનની સપાટીથી લઇને સાથે ખુલ્લા ખાડાની ખાણ પણ છે. સોનાનું ઉત્પાદનના મામલે આ ખાણ વિશ્વમાં પાંચમાં ક્રમ પર આવે છે. પાછલા વર્ષે આ ખાણનું ઉત્પાદન 13 ટકા ઘટીને 9.07 લાખ ઔંસ રહ્યું હતું. જ્યારે 2013માં 10.25 લાખ ઔંસ સોનાનું ઉત્પાદન થયું હતું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,153 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>