આ છે ટૉપ 5 ફ્રિ એન્ટીવાઇરસ જેના દ્વારા સુરક્ષિત રહેશે તમારા ફોન અને લેપટોપ

Top 6 FREE AntiVirus, which will protect your PC, laptop

કૉમ્પ્યુટરને જલ્દીથી ખરાબ થતું અટકાવવા antivirusથી પ્રોટેક્ટ કરવું જરૂરી છે. તેના માટે બજારમાં કેટલાક antivirus પણ ઉપલબ્ધ છે, પરંતુ કિંમત વધારે હોવાના કારણે ઘણીવાર યૂઝર્સ માટે તેને ખરીદવું મુશ્કેલીરૂપ બને છે. તો આવા સમયે અમે તેમને બતાવીએ છીએ એવા ટૉપ 5 antivirus જે તમને ફ્રીમાં મળશે. આ 5 antivirus તમારા પીસી કે લેપટૉપને વાયરસથી પ્રોટેક્ટ કરશે. આ તમામને ઇન્સ્ટોલ અને યૂઝ કરવા પણ એકદમ સરળ છે.

Avast Free Antivirus

Top 6 FREE AntiVirus, which will protect your PC, laptop

આ Antivirus ઇન્સ્ટોલ કરવામાં ખુબ સરળ છે. કૉમ્પ્યુટરના પર્ફોમન્સ પર અસર પાડ્યા વિના પહેલા જ સ્કેનમાં થ્રેડને પકડી લે છે અને સમયે સમયે માલવેયરથી અપડેટ પણ કરાવતું રહે છે. આ Antivirus વિન્ડોઝ 8,7, વિસ્તા અને XP ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે પણ આ ફ્રી Antivirus કોમર્શિયલ એન્વાયરમેન્ટ માટે નથી.

અવાસ્ટ એન્ટી વાયરસમાં કેટલાક એવા ફિચર્સ છે જે યૂઝર્સને ખુબ કામ આવે છે, તેનું સોફ્ટવેર અપડેટર હંમેશા યૂઝર્સને પ્રોગ્રામ અપડેટ કરવા નોટિફાઇડ કરતું રહે છે. આ ઉપરાંત બ્રાઉઝર ક્લીનઅપ અને ગ્રીમ ફાઇટર જેવા દમદાર ફિચર્સ પણ આ antivirus પ્રોવાઇડ કરે છે.

Avira Free Antivirus

Top 6 FREE AntiVirus, which will protect your PC, laptop

આ Antivirus પણ દરેક પ્રકારના વાયરસ એટેકથી તમારા પીસીને બચાવીને ડેટાને સુરક્ષિત કરે છે. આમા એક ટૂલબાર આવે છે જેમાં એન્ટી-ફિશીંગ ટુલ, એડ બ્લોકર અને સોશ્યલ નેટવર્કિંગ પ્રોટેક્શન કીટ હોય છે. આમ તો આ Antivirusનું ઇન્ટરફેસ સમજવામાં થોડું મુશ્કેલ છે પણ વપરાશથી દરેક ટુલ સમજાઇ જાય છે. Aviraએ થોડા સમય પહેલા જ Avira Protection Cloud (APC) આપ્યું હતું તે પણ આખા પીસીને સિક્યોર કરતુ હતું.

ZoneAlarm Free Antivirus + Firewall

Top 6 FREE AntiVirus, which will protect your PC, laptop

આ એક Free Antivirus છે અને તે ખાસ કરીને કૉમ્પ્યુટરને નુકશાન કરતા વાયરસને બ્લોક કરી દે છે. સોશ્યલ સાઇટ પરથી થતા હાર્મને સ્કેન કરીને હેકર્સના પીસીને હાઇડ કરી દે છે. સાથે સાથે પ્રોગ્રામ્સનું સંચાલન પણ કરે છે. આ સોફ્ટવેરના ફ્રી વર્ઝનમાં રિયલ ટાઇમ એન્ટી-વાયરસ, કસ્ટમર સપોર્ટ, પીસી ટ્યૂન-અપ અને બ્રાઉઝર પ્રોટેક્શન નથી. આ ફ્રી Antivirusના ઉપયોગથી યૂઝર્સને ફાયરવૉલ પ્રોટેક્શન અને થોડીક હદ સુધી પીસી પ્રોટેક્શન મળી શકે છે. જોકે, આ સોફ્ટવેર પર વધુ વિશ્વાસ રાખવો ઠીક નથી.

AVG Free Antivirus

Top 6 FREE AntiVirus, which will protect your PC, laptop

AVG Antivirus સારા ફિચર્સની સાથે આવે છે જેવા કે એન્ટી વાયરસ એન્જિન, ઇ-મેઇલ સ્કેનર, થેફ્ટ પ્રોટેક્શન અને લિંક સ્કેનર. આ દરેક ફિચર્સ તમારા પીસીને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને જગ્યાએથી સેફ રાખે છે. તાજેતરમાં જ AVGએ AVG Zen Toolને રિલીઝ કર્યુ છે. કંપનીનો દાવો છે કે, આ સોફ્ટવેર ડેસ્કટોપ અને મોબાઇલ બન્નેને વાયરસથી સુરક્ષિત રાખે છે. AVGનું નવુ ZEN ટૂલ ડેસ્કટોપ અને મોબાઇલ ડિવાઇસીસને વધુ પ્રોટેક્શન આપવા માટે કામ કરે છે.

Emsisoft Emergency Kit

Top 6 FREE AntiVirus, which will protect your PC, laptop

કોઇપણ Antivirus તમને 100% પ્રોટેક્શન નથી આપી શકતુ પરંતુ Emsisoft Emergency Kit દાવો કરે છે કે તે 100% સુરક્ષા આપશે. આ Antivirus સોફ્ટવેર તમારા પીસીમાં પહેલાથી ઇન્સ્ટોલ Antivirusની સાથે જ પ્રોટેક્ટ કરે છે. Emsisoft Emergency Kitની ખાસ વાત એ છે કે Antivirusને પીસીમાં ઇન્સ્ટોલ કરવું પડતુ અને તે પીસીને ડાયરેક્ટ સ્કેન કરે છે.

માલવેયરને દુર કરવા માટે આ સોફ્ટવેર ડ્યુલ સ્કેનરનો ઉપોયગ કરે છે. આ ડિવાઇસીસ યુએસબી ફ્લેશ ડ્રાઇવ્સ (પેન ડ્રાઇવ અને અન્ય યૂએસબી ડિવાઇસીસ) વધુ સારા સ્કેનિંગ સોફ્ટવેર બની શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,124 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>