સામગ્રી
૨ ટીસ્પૂન બટર,
૨ કપ બાફેલા વટાણા,
સ્વાદાનુસાર મીઠું,
૧ ટીસ્પૂન ચાટ મસાલો,
૨ ટીસ્પૂન સમારેલ કોથમીર,
૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,
૧ ટીસ્પૂન બારીક સમારેલ કાંદા,
૧ ટીસ્પૂન બારીક સમારેલ ટામેટાં,
૧/૨ ટીસ્પૂન લાલ મરચુ,
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ,
૧ ટીસ્પૂન સેવ,
૧ ટીસ્પૂન પાપડીનો ભૂકો,
ચપટી કાળું મીઠું.
રીત
એક કલાક પાણીમાં પલાળેલ ચણાને કુકરમાં નાખી ત્રણ વ્હીસલ વગાડવી. પછી તેમાંથી પાણી કાઢી નાખવું. હવે તવામાં બટર નાખી ગરમ થાય એટલે બાફેલા ચણા, સ્વાદાનુસાર મીઠું, ચાટ મસાલો, સમારેલ કોથમીર અને સમારેલ લીલા મરચાં નાખી ચાર થી પાંચેક મિનીટ સુધી કુક થવા દેવું.
ત્યારબાદ આ ચણાને એક બાઉલમાં કાઢી તેની ઉપર ૨ ટીસ્પૂન જેટલી કોથમીર, બારીક સમારેલ કાંદા, બારીક સમારેલ ટામેટાં, લાલ મરચુ, લીંબુનો રસ, સેવ, પાપડીનો ભૂકો અને ચપટી કાળું મીઠું નાખી બરાબર રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ સર્વ કરવું.