ટાટાએ મેદાનમાં ઉતારી વધુ શક્તિશાળી હેચબેક,બોલ્ટ સ્પોર્ટ

More powerful hatchback Tata off the field, Bolt Sport

ટાટા મોટર્સે હાલ ચાલી રહેલા 2015 જીનીવા મોટર શોમાં પોતાની લેટેસ્ટ હેચબેક કાર બોલ્ટનું નવું વર્ઝન રજૂ કર્યું છે. ટાટા બોલ્ટ સ્પોર્ટ નામનું આ વર્ઝન આ પ્રકારનું ટાટાનું પહેલું વર્ઝન હશે. આ કારને કંપની પોતાની નવી પર્ફોમન્સ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરશે. ભારતમાં આ કાર આ વર્ષનાં અંત સુધી લોન્ચ થવાની શક્યતા છે.

બોલ્ટ સ્પોર્ટનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું ટર્બોચાર્જર્ડ પેટ્રોલ એન્જિન છે, જે ઝેસ્ટ અને બોલ્ટનાં અન્ય વેરિઅન્ટમાં પણ જોવા મળે છે. આ એન્જિનને ઉચ્ચતમ પર્ફોમન્સ માટે તૈયાર કરાયું છે, જેથી તે 120 બીએચપીનો પાવર અને 170 એનએમની ટોર્ક જનરેટ કરી શકે. આ સ્પોર્ટ વેરિઅન્ટમાં 5- સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ છે, જે કારનાં આગળનાં વ્હીલને પાવર પૂરો પાડે છે. તેમાં નવેસરથી ડિઝાઇન કરેલા 17 ઇંચના એલોય વ્હીલ છે.

રેગ્યુલર મોડેલની જેમ બોલ્ટ સ્પોર્ટમાં પણ ઇકો, સિટી અને સ્પોર્ટ જેવા મલ્ટી ડ્રાઇવ ઓપ્શન છે. તેનાં નવા ફીચર્સમાં નવી ગ્રીલ, નવા પ્રોજેક્ટર હેડલેમ્પ તેમજ નવા રિયર બમ્પર સાથે સ્પોર્ટી બોડીનો સમાવેશ થાય છે.

બોલ્ટ સ્પોર્ટનાં ઇન્ટીરિયરમાં પણ કેટલાક ફેરફાર કરાયા છે. જેમાં રેડ સ્ટીચિંગ સાથે બ્લેક લેધર સીટ્સ, સનરૂફ તેમજ એસએમએસ રીડઆઉટ અને વોઇસ રેકગ્નિશન સાથેની હર્મન ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. મ્યુઝિક સિસ્યમ કારની સ્પીડને આધારે વોલ્યુમ કન્ટ્રોલ કરી શકે છે.

બોલ્ટ સ્પોર્ટનાં સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ), કોર્નર સ્ટેબિલિટી કન્ટ્રોલ અને ડ્યુઅલ એરબેગ્સનો સમાવેશ થાય છે.

More powerful hatchback Tata off the field, Bolt Sport

More powerful hatchback Tata off the field, Bolt Sport

More powerful hatchback Tata off the field, Bolt Sport

More powerful hatchback Tata off the field, Bolt Sportસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,382 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 32

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>