સલમાન ખાન જશે જેલ માં

Salman Khan jailed if convicted will be tomorrow? Actor What are the options?

ફિલ્મ સ્ટાર સલમાન ખાન સામેના મુંબઈના હિટ એન્ડ રન કેસમાં બુધવારે ચુકાદો આવવાનો છે. આ કેસમાં સલમાનનું શું થશે, તે જેલમાં જશે કે નહીં તે અંગે આખા દેશનાં લોકોને ઉત્સુકતા છે. સલમાનના ચાહકોના જીવ તાળવે ચોંટેલા છે અને ‘ભાઈ’નું શું થશે તે સવાલ તેમને સતાવી રહ્યો છે. જાણવાજેવું.કોમ દ્વારા આ સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરાઈ છે. અમદાવાદના જાણીતા ક્રીમિનલ લોયર રાજેન્દ્ર શુકલનો સંપર્ક કરીને સલમાન ખાન સામેના કેસમાં આજે અને હવે પછી શું થઈ શકે તે સવાલનો જવાબ મેળવવાના પ્રયાસ કર્યા.

રાજેન્દ્ર શુકલે આ કેસની છણાવટ કરીને જે તારણો આપ્યાં તે રસપ્રદ છે અને તેમાં સૌથી રસપ્રદ તારણ એ છે કે સલમાન ખાન બુધવારે દોષિત જાહેર થાય તો તેણે તરત જ જેલમાં જવું પડે.અલબત્ત જેલમાં જવાથી બચવા માટે તેની પાસે બીજા વિકલ્પો પણ છે પણ તેને સજા થાય તો એ જેલમાં જાય એ શક્યતા સૌથી પ્રબળ છે. ‘ભાઈ’ના ચાહકોને આંચકો લાગે એવી આ વાત છે પણ બુધવારે સલમાન જેલની હવા ખાતો થઈ જાય તેવી શક્યતા છે.

3h9dujqq_143080927011

સલમાનને જેલમાં ધકેલી દેવાય

સલમાન ખાન બુધવારે દોષિત જાહેર થાય તો તેણે તરત જ જેલમાં જવું પડે. કાયદા પ્રમાણે કોઈ પણ કેસમાં આરોપી દોષિત જાહેર થાય કે તરત જ તેને જેલમાં મોકલવો જ પડે. આરોપીની કોર્ટમાથી જ ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપવાનો આદેશ અપાય એ સંજોગોમાં સલમાને જેલમાં જવુ પડે.

સલમાન શંકાનો લાભ મેળવી છૂટી શકે

શુકલાના મતે સલમાનને સજા થાય તેવી શક્યતા ઓછી છે કેમ કે તેના ડ્રાઈવરે અપરાધ પોતાના માથે લઈ લીધો છે. સલમાનના ડ્રાઈવરે નિવેદન આપ્યું છે કે અકસ્માત થયો એ વખતે તે પોતે કાર ચલાવતો હતો. સલમાનનો ડ્રાઈવર નહીં પણ સલમાન જ કાર ચલાવતો હતો તેવા પુરાવા કોર્ટ સામે રજૂ કરાયા છે પણ સલમાનને શંકાનો લાભ આપીને જજ તેને નિર્દોષ છોડી શકે.

Salman Khan jailed if convicted will be tomorrow? Actor What are the options?

સલમાનના વકીલો સજા સામે સ્ટે મેળવી શકે

સલમાન સામે બીજો વિકલ્પ એ છે કે સલમાન દોષિત ઠરે કે તરત જ તેના વકીલો હાઈકોર્ટમાંથી સલમાનની સજા સામે સ્ટે લઈ આવે. આ સ્ટે મળે તેના કારણે સલમાનની ધરપકડ ના થાય અને તેણે જેલમાં ના જવું પડે. હાઈકોર્ટ તરત સ્ટે ના આપે ને બીજા દિવસ પર કે પછી સુનાવણી રાખે તો સલમાને જેલમાં જવું પડે.

સલમાન દોષિત થાય અને તેને સજા થાય એ સંજોગોમાં તેની પાસે હાઈકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ રહે. હાઈકોર્ટમાં એ નિર્દોષ છૂટી જાય તો કેસ પતી જાય. હાઈકોર્ટ પણ તેની સજાને મંજૂર રાખે તો સલમાન સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. આમ સલમાન પાસે આ કોર્ટમાં સજા થયા પછી પણ બે વિકલ્પ બચે છે.

જો કે શુકલના મતે સલમાને લાંબો સમય જેલમાં રહેવું પડે તેવી શક્યતા ઓછી છે. તેને તાત્કાલિક જામીન ના મળે એ સંજોગોમાં પણ તે પછીથી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવી શકે. હાઈકોર્ટમાં કેસ ચાલતો હોય એ દરમિયાન એ આ જામીનના કારણે જેલની બહાર રહે. હાઈકોર્ટમાં કેસ ચાલવામાં બીજાં પાંચ-દસ વર્ષ નિકળી જાય ને એવી જ હાલત સુપ્રીમ કોર્ટમાં થાય એ સંજોગોમાં તે લાંબો સમય જેલમાં રહે તેવી શક્યતા નથી.

Salman Khan jailed if convicted will be tomorrow? Actor What are the options?

-28, સપ્ટેમ્બર 2002: વહેલી સવારના બે વાગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ટોયોટા લેન્ડ ક્રૂઝર કારે બ્રાંદ્રા વેસ્ટમાં રોડની નજીક આવેલી અમેરિકન બેકરીની ફૂટપાથ પર સૂતા પાંચ લોકો પર કાર ચઢાવી દીધી. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બાકીના ચાર ઘાયલ થયા હતાં. સલમાનને બપોરે મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને જામીન મળી ગયા હતાં
-1, ઓક્ટોબરઃ સલમાન પર આઈપીસીની મોટર વ્હિકલ એક્ટ, 1988 અને બોમ્બે પ્રોહિબિશન એક્ટ, 1949 હેઠળ કેસ કરવામાં આવ્યો
ઓક્ટોબર, 2002: મુંબઈ પોલીસે સેક્શન 304(2) હેઠળ કેસ કર્યો(આ કલમ હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે)
સાત, ઓક્ટોબર, 2002: પોલીસે સલમાનની ધરપકડ કરી
-21, ઓક્ટોબર, 2002: મુંબઈ પોલીસે બ્રાંદ્રા મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી
-24 ઓક્ટોબર, 2002: સલમાન જામીન પર છૂટ્યો
-માર્ચ 2003: સલમાને મુંબઈ સેશન કોર્ટમાં સેક્શન 304(2) કલમને પડકારી
-મે 2003: સેશન કોર્ટે સલમાનની અરજી નામંજૂર કરી અને મેજીસ્ટ્રેટ કોર્ટને ચાર્જીસ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો
-જૂન 2003: સલમાને મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી અને કોર્ટે કેસમાંથી 304(2) કલમ પર

Salman Khan jailed if convicted will be tomorrow? Actor What are the options?

-ઓક્ટોબર 2011: ફરિયાદી પક્ષે સલમાન પર વધુ કઠોર સેક્શનની કલમ લગાડવાની માંગણી કરી
-23, ડિસેમ્બર, 2013: એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ વી એસ પાટિલે 17 સાક્ષીઓની ઉલટતપાસ કર્યા બાદ સદોષ માનવધનો ચાર્જ લગાડ્યો અને સેશન કોર્ટમાં ટ્રાયલ શરૂ કરવાનું કહ્યું
-24 જૂન, 2013: સેશન કોર્ટમાં નવેસરથી ટ્રાયલ શરૂ થઈ, પહેલાં સાક્ષીએ જુબાની આપી
-24 જૂન, 2014: સલમાન ખાન વિરૂદ્ધ સેશન કોર્ટે નવેસરથી ચાર્જીસ ફ્રેમ કર્યા
-જુલાઈ, 2014: બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાંથી સલમાનના કેસને લગતી ફાઈલ ગાયબ થઈ, આ ફાઈલમાં 63 સાક્ષીઓના રિપોર્ટ્સ હતાં, કોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો
-12, સપ્ટેમ્બર, 2014: ફાઈલ મળી આવી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી
-સપ્ટેમ્બર, 2014: પ્રદિપ ઘારાતને સ્પેશ્યિલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મૂકવામાં આવ્યા
-25 માર્ચ, 2015: 24 સાક્ષીઓની ઉલટ તપાસ પૂરી કરી
-27 માર્ચ, 2015: એડિશન સેશન જ્જ જે ડબલ્યૂ દેશપાંડેની કોર્ટમાં સલમાનનુ નિવેદન સેક્શન 313 હેઠળ લેવામાં આવ્યું
-31 માર્ચ, 2015: સલમાનના ડ્રાઈવર અશોક સિંહે કોર્ટમાં કહ્યુ કાર તે ચલાવતો હતો, અભિનેતા નહીં
-1 એપ્રિલ, 2015: ફરિયાદી પક્ષ તરફથી દલીલો
-10 એપ્રિલ, 2015: સલમાનના વકીલ તરફથી દલીલો
-20 એપ્રિલ, 2015: બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ
-21 એપ્રિલ, 2015: કોર્ટે છ મેના રોજ ચુકાદો નિર્ધારિત કર્યો

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,702 views

facebook share

One thought on “સલમાન ખાન જશે જેલ માં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>