આ ખબર માઈક્રો વેવ માં ખાવાનું ગરમ કરતા પહેલા વાચી લઉં

જો તમે માઈક્રોવેવમાં ભોજન ગરમ કરો છો તો, આ ખબર એકવાર વાંચી લેવી

માઈક્રોવેવ સેફ પ્લાસ્ટિકના વાસણોમાં જો તમે ખોરાક ગરમ કરીને ખાઓ છો તાજેતરમાં થયેલા આ સંશોધન વિશે એકવાર જાણી લેવું જોઈએ. એક વેબસાઈટમાં પ્રકાશિત ખબર મુજબ અમેરિકા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્વાયર્મેંટલ હેલ્થ સાયન્સ મુજબ માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ગરમ કરવાથી તેમાં રહેલા કેમિકલ્સ ઈનફર્ટિલિટી, સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવા ખતરાને નોતરે છે.

સંશોધનમાં જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકના વાસણોમાં રહેલું એન્ડોક્રાઈન ડિસરાપ્ટિંગ કેમિકલ્સ (ઈડીસી) શરીરને નુકસાન પહોંચાડી શકે છે. માઈક્રોવેવમાં આવા વાસણોમાં ખાવાનું ગરમ કરતી વખતે તેમાં રહેલાં કેમિકલ્સ ભોજનના સીધા સંપર્કમાં આવે છે.

0049_mini_toaster_ov

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે પ્લાસ્ટિકના વાસણોમાં લગભગ 800 પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે.

આ સંશોધનમાં આ વાત પણ જાણવા મળી છે કે ઈડીસી શરીરની હોર્મોનલ પ્રક્રિયામાં બાધા પેદા કરે છે અને બ્રેસ્ટ અને પ્રોટેસ્ટ કેન્સરનું રિસ્ક પણ વધારે છે. આ પહેલાં પણ થયેલા કેટલાક સંશોધનમાં પ્લાસ્ટિકના વાસણો અને બોટલોમાં મળનારા કેમિકલ બીપીએને સ્વાસ્થ્ય માટે અનેક સમસ્યાઓનું કારણ માનવામાં આવ્યું છે

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,290 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 15