જોરદાર ફીચર્સની સાથે એપ્પલે લોન્ચ કર્યો iPhone 6S અને iPhone 6S પ્લસ

Apple launched the iPhone 6S and iPhone 6S Plus with powerful features

એપ્પલે બે ફોન લોન્ચ કર્યા iPhone 6S અને iPhone 6S પ્લસ જે iOS ૯ પર આધારિત છે. એપ્પલે દાવો કર્યો છે કે આ બંને ફોન iPhoneના સૌથી બેસ્ટ ફોન છે. આ ફોનમાં 3D ટચનો ઉપયોગ કર્યો છે. જેના ફોર્સ ટચથી iPhone યુઝ કરી શકાય છે. આનો મતલબ એમ છે કે તમારે જો કોઈ એપની માહિતી જાણવી હોય તો તમારે થોડું (હલકું) ટચ કરવાનુ અને એ એપ ખોલવી હોય તો થોડુંક વધારે ટચ કરવું પડે. આ ફોનમાં પહેલાથી જ ૨.૭૦ થી પણ વધારે પ્રોસેસર છે.

આ ફોનમાં ૧૨ મેગાપિક્સેલ રીયર iSight કેમેરો છે જે 4K વીડીયો રેકોર્ડિંગ કરે. આ ઉપરાંત ફ્રંટ કેમેરો ૫ મેગાપિક્સેલનો છે. આ iPhoneમાં એક નવું ટચ આઈડી ફિંગરપ્રિન્ટ સેન્સર છે જે પેલાથી વધારે સ્પીડમાં કામ કરશે. આ ફોનની સાથે એપ્પલ સિલિકોન કવર પણ આપે છે.

નવા iPhone 6Sની સ્ક્રીન ૪.૭ ઇંચની છે જયારે iPhone 6S પ્લસની સ્ક્રીન ૫.૫ ઇંચની છે. આ બંને iPhoneની ડીઝાઇન લગભગ સેમ જ છે. આ ફોન સિલ્વર, ગોલ્ડ, સ્પેન ગ્રે અથવા એલોય ડીઝાઇન રોઝ ગોલ્ડ એલ્યુમિનિયમ ફીનીશમાં મળશે.

૨૫ સપ્ટેમ્બરે આ ફોનનું વેચાણ ચાલુ થશે. ભારતમાં iPhone 6S 16GB વેરીયેંટની કીમત લગભગ ૫૫,૦૦૦ હશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,994 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>