સામાન્ય રીતે તમે કોઈ ગામ કે શહેરને પાણી ઉપર વસેલું જોયું હશે. પણ, તમને એ જાણીને ખુબ નવાઈ લાગશે કે એક એવું શહેર જે તેલ ઉપર વસેલું છે. આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે, પણ આ સત્ય છે. આ માટે વાંચો આ પૂરો લેખ…
અઝરબૈજાન ની રાજધાની ‘બાકુ’થી લગભગ 100 કિલોમીટર ના અંતરે એક એવું શહેર આવેલ છે જે તેલ પર વસેલું છે. આ તેલની ઉપર પ્લેટફોર્મ આકારનુ માળખું બનાવવામાં આવ્યું છે, જેમાં લગભગ ૩૦૦૦ જેટલા લોકો રહે છે.
આ શહેરનું નામ ‘નેફ્ટ ડાસલેરી’ છે. દુનિયાની ઘણી બધી સાઈટ્સ એ આને અવિશ્વાસ્નીય રહેઠાણ જણાવ્યું છે. જાણકારી અનુસાર આ શહેર પાસે બધા જ પ્રકારની સુખ-સગવડો છે.
તમને જણાવી દઈએ કે અઝરબૈજાન પાસે તેલની વિશાળ સંપત્તિ છે. અઝરબૈજાન ઓઈલ માટે વિશ્વભરમાં મશહૂર છે. આ દેશનો પાયો, ખરાબ થઇ ચુકેલા જહાજના લાકડાથી બનાવ્યો છે.
આ જગ્યાને ઘણા લોકો ‘લેન્ડ ઓફ ફાયર’ કહે છે. પ્રાચીન સમયથી અન્ય આધુનિક સમયમાં 1870 થી અહીં તેલ કાઢવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ શહેર પર રશિયાનો કબજો થયો. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન પર અઝરબૈજાનમાં મોટી માત્રામાં ઓઈલનો વપરાશ થતો હતો. માત્ર આટલું જ નહિ ત્રીજી ચોથી સદીથી પણ આ દેશ તેલ વહેચતો આવ્યો છે.