જાણો Apple નાં લોન્ચિંગ સમય નું રહસ્ય

Jobs was launching the first iphone was drunk Dhoot Apple Team

એપલના કો-ફાઉન્ડરના જીવન પર આધારિત ફિલ્મનુ ટ્રેલર રિલીજ થતાજ સોશ્યલ મીડિયા પર છવાઇ ગયુ છે. ‘STEVE JOBS’ નવ ઓક્ટોમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનુ નિર્માણે સ્ટીવ પર પુસ્તક લખનાર વાલ્ટર ઇસાકૈસનની બાયોગ્રાફિ ‘સ્ટીવ જોબ્સ’ પર આધારિત છે. આસ્કાર વિજેતા ડાયરેક્ટર ડેની બોયલ આ ફિલ્મમાં સ્ટીવની ભુમિકા અભિનેતા માઇકલ ફેસબેંન્ડર નીભાવી રહ્યા છે. ફિલ્મનુ નિર્માણ યૂનિવર્સલ પિક્ચર્સના બેનર હેઠળ થઇ રહ્યુ છે.

સ્ટીવ જોબ્સે પોતાના અલગ અલગ અંદાજ માટે ફેમસ હતા. દરેક પ્રોડક્ટમાં કાંઇક નવુ ઇનોવેશન કરતા હતા. જોબ્સ અને તેમના દ્વારા લોન્ચ કરવામાં આવેલ પહેલી પ્રોડક્ટને લઇને નાની-નાની કહાનીઓ છે. જેને લોકો નથી જાણતા. આજે અહિયા Janvajevu.com તમને એવી કેટલીક રોચક કહાનીઓ વિશે જણાવી રહ્યુ છે.

Jobs was launching the first iphone was drunk Dhoot Apple Team

1. 9 જાન્યુઆરી 2007 ના રોજ એપલના CEO સ્ટીવ જોબ્સ સેન ફ્રાન્સિસ્કોના મોસ્કોન સેન્ટરમાં દુનિયાનો પહેલો આઇફોન લોન્ચ કરી રહ્યા હતા તે સમયે એપલના એન્ડિનિયર્સ અને મેનેજર્સ નશામાં ધૂત હતા. તે ઓડિયન્સમાં બેસીને સ્કોચ અને વિસ્કી પી રહ્યા હતા. ન્યુયોર્ક ટાઇમ્સમાં છપાયેલ સમાચાર પ્રમાણે લોન્ચિંગ ઇવેન્ટ સમયે એન્જિનિયર્સ નર્વસ અને ડરેલા હતા. કારણ કે જોબ્સ સ્ટેજ પર દુનિયા સામે પહેલો આઇફોન લોન્ચ કરી રહ્યા હતા અને તેમને બીક હતી કે ડિવાઇસમાં કોઇ ખામી આવી કે ડેમો સમયે ફોન સરખી રીતે પરફોર્મના કરી શક્યો તો તેમને જોબ્સના ગુસ્સાનો શિકાર બનવુ પડશે.

2. દુનિયાનો પહેલો આઇફોન લોન્ચ કરવા માટે સ્ટીવ જોબ્સે જે હેન્ડસેટ સ્ટેજ પર લઇને આવ્યા હતા. તેમાં કેટલીય ખોમીઓ હતી. તે ડિવાઇસ વીડિયો અથવા સોન્ગ તો પ્લે કરી શકતો હતો પરંતુ જો આખી વીડિયો ક્લિપ પ્લે કરવામાં આવી હોત તો તે વીડિયો ક્રેશ થઇ શકતો હતો. લોન્ચિંગ સમયે જે એપ્સનો ડેમો આપવામાં આવ્યો હતો તે સંપુર્ણ રીતે ડેવલપ નહોતી એન્જનિયર્સને બીક હતી કે તે ડેમો સમયે ક્રેશ ના થાય

3. એપ્પલની સોફ્ટવેર ટીમે iOS, સ્લાઇડ ટૂ અનલોક, ટચ મ્યુઝિક પ્લેયર, બોઉન્સ બેક ઇફેક્ટ અને ટેક્સ્ટ મેસેજ કન્વર્ઝેશનનો વ્યુ બદલવા જેવા કેટલાય ફિચર્સ ડિઝાઇન કર્યા હતા પરંતુ જ્યારે તેમણે જોબ્સ સામે લાવવામાં આવ્યો ત્યારે તેમને દિવાલ પર માથુ પછાડવાનુ કહેવામાં આવ્યુ હતુ. કારણ કે જોબ્સને ફોનમાં તે ફિચર્સ નહોતા મળી શક્યા જે તમને જોઇતા હતા. ત્યાર બાદ આઇફોનની સોફ્ટવેરની ટીમ એક એવા રૂમમાં બેસીને તે ફિચર્સને ડિઝાઇન કરતી રહી જે રૂમમાં એક બારી પણ નહોતી. ત્યા સુધી એવુ ચાલતુ રહ્યુ જ્યા સુધી જોબ્સને જોઇતા ફિચર્સ મળ્યા જે તમણે કલ્પના કરી હતી.

4. આઇફોન પ્રોજેક્ટ- જોબ્સ ઇચ્છતા હતા કે એપલની પ્રોડક્ટ દેખાવમાં ‘COOL’ હોય. આંકડાઓ પ્રમાણે કંપનીએ તેના માટે 150 મિલિયન ડોલર (લગભગ 947 કરોડ 55 લાખ) નુ બજેટ પાસ કર્યુ હતુ. જોબ્સ સામે આઇફોનના કેટલાય મોડલ મુકવામાં આવ્યા, પરંતુ તેમણે બધાર મોડલ્સને રિજેક્ટ કર્યા હતા. અંતમાં આઇફોનની ડિઝાઇન બનાવતી ટીમને સમજમાં આવ્યુ કે જોબ્સ જે વીચારી રહ્યા કે આઇફોન નાનો મેક જોવો હોવો જોઇએ પરંતુ એવુ કાઇ પણ નહોતુ. ત્યાર બાદ જોબ્સ અને એપલની ડિઝાઇન ગૂરૂ જોની એલ સાથે મળીને એવી રીતે ડિઝાઇન કર્યો . તેની બોડી એલ્યુમિનિયમની બનાવવામાં આવી હતી. તે ડિઝાઇન કર્યા બાદ એ વાતનો અંદાજો આવ્યો કે એલ્યુમિનિયમ ફોનમાં રેડિયો ફ્રિક્વેન્સિને રોકે છે. ત્યાર બાદ તેની ડિઝાઇનને જોબ્સે રિજેક્ટ કરી પહેલા આઇફોનની ડિઝાઇનને ફાઇનલ કરી હતી.

Jobs was launching the first iphone was drunk Dhoot Apple Team

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,014 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>