જોક્સ : 1000 પાનાંની બુક કેટલા દિવસમાં વાંચી શકાય?

sddefault

જોક્સ : 1000 પાનાંની બુક કેટલા દિવસમાં વાંચી શકાય?

ચંદુ ઑફિસે જવા નીકળ્યો.

એની મમ્મીએ કહ્યું : ‘બેટા, ચા પીવી છે ?’

‘ના મમ્મી !

ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.’

‘કેમ, બેટા ?’

‘કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી….’

*****************************

અત્યાર સુધી છોકરાઓનો ડાયલોગ હતો કે,

બસ, ટ્રેન અને છોકરી એક જાય અને બીજી આવે,

હવે છોકરીઓએ તેનો જવાબ શોધી કાઢ્યો છે,

રીક્ષા, ટેક્સી અને છોકરો,

એક બોલાવો અને ચાર આવે…

*****************************

એક વાર એક સીઈઓ પોતાની કંપનીમાં ગયાં

ત્યાં તેમણે જોયું બધા લોકો પોત- પોતાના કામમાં વ્યસ્ત છે. પણ એક માણસ ત્યાં મોબાઈલમાં મેસેજ કરતો હતો તે આમ જ ઉભો હતો.

સીઈઓએ એને બોલાવ્યો અને કહ્યું તને શું સેલેરી મળે છે ?

માણસ – 6000 રૂપિયા.

સીઈઓએ 18000 રૂપિયા આપીને કહ્યું – આ તારા ત્રણ મહિનાની સેલેરી લે અને જતો રહે અહીંથી.

તારા જેવા કામચોર લોકો મને ન જોઈએ .

એના ગયા પછી સાહેબે પૂછ્યું આ શું કામ કરતો હતો.

એક માણસ પોતાનું હસવુ રોકીને – સર આ તો Domino pizza વાળો હતો .

એક સાહેબ માટે પિઝ્ઝા લાવ્યો હતો…

*****************************

પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે

આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે

તો તમે મને ખૂબ સરસ

નામોથી બોલાવતા હતા જેમ કે,

‘મારી રસમલાઈ, મારી રબડી,

મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ

નામોથી કેમ નથી બોલાવતા ?’

પતિ : ‘હા, તારી વાત બરાબર છે, પણ દૂધની મીઠાઈઓ આખરે

કેટલા દિવસ તાજી રહે ?’

*****************************

એક વાર છાપામાં જાહેરાત આવી…..

અમારી પાસે એક એવી પ્રોડક્ટ છે, જેને તમે પહેરશો તો તમે આખી દુનિયાને જોઇ શકશો…

પણ તમને કોઇ નહીં જોઇ શકે…

કિંમત ફક્ત 20,000 રૂપિયા…..

હવે કરો તમારી મનમાની અને બની જાઓ મિસ્ટર ઇન્ડિયા….

એક ભાઇએ આ પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો…..

પૈસા પણ જમા કરાવી દીધા….

ત્રણ દિવસ પછી એક પેકેટ કુરિયરમાં ઘરે આવ્યું….

એમાંથી શુ નીકળ્યું, ખબર છે…..?

.

.

.

.

બુરખો..!!!!

*****************************

1000 પાનાંની બુક કેટલા દિવસમાં વાંચી શકાય,

વેઇટર – 6 મહિના

ડૉક્ટર – 2 મહિના

લોયર- 1 મહિનો

એન્જિ. સ્ટુડન્ટ – એ કહો કે એક્ઝામ ક્યારે છે,

રાતમાં જ વંચાઇ જશે….

*****************************

ટીચર બાળકોને વ્યાકરણ શીખવી રહ્યા હતા.

તેઓએ પૂછ્યું ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ આ પ્રમાણે છે.

હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહીશ.

હવે એક ઉદાહરણ તમે આપો.

મોલુ (હાથ ઉપર કરીને) – તમને વહેમ હતો, વહેમ છે અને વહેમ જ રહેશે….

Comments

comments


14,725 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 7 =