જોક્સ : લગ્નમાં ડી જે વાળો અચાનક જ બેહોશ થઇ ગયો….

dj

જીજાજી : તમારા શહેરની સૌથી ફેમસ વસ્તુ કઈ છે?

સાળી : જીજાજી, જે ફેમસ હતું, તેને તો તમે લઇ ગયા…!

**********************

છોકરો : ક્યાં જાય છે તુ?

છોકરી : આત્મહત્યા કરવા

છોકરો : તો આટલો બધો મેકઅપ કેમ કર્યો છે?

છોકરી : અરે ગધેડા, કાલે ન્યુઝપેપર માં ફોટો આવશે ને….

**********************

બે સજ્જન વાતો કરી રહ્યા હતા :-

પહેલો સજ્જન : શું તમે માનો છો એક લગ્ન એક લોટરી છે?

બીજો સજ્જન : ના, બિલકુલ નહિ

પહેલો સજ્જન : કેમ?

બીજો સજ્જન : કારણકે લોટરીમાં બીજીવાર ભવિષ્ય અજમાવવાનો મોકો જો મળે છે.

**********************

સોહમ : મારું સપનું હમેશા સાચું જ હોય છે

મોહન : કેવી રીતે?

સોહમ : જેમકે હું ક્લાસમાં બેસીને સુઈ ગયો અને જોયું કે

માસ્ટરજી મને ઝુડી રહ્યા છે. આંખ ખોલી તો તે સાચે માં જ મને પીટી રહ્યા હતા.

**********************

લગ્નમાં ડી જે વાળો અચાનક જ બેહોશ થઇ ગયો

કારણકે….

એક છોકરાએ કહ્યું કે…

‘ભાઈ! કોઈ પતંજલિનું રીમીક્સ હોય તો વગાડો ને,

જે કાન માટે હેલ્ધી હોય.’

Comments

comments


14,741 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 40