જોક્સ ની મીઠી નોકઝોક થી ભરપૂર ‘ડીયર ઝીંદગી’ નું બીજું પોસ્ટર થયું રીલીઝ

Master

શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘ડીયર ઝીંદગી’ નું બીજું પોસ્ટર હાલ જ રીલીઝ થયું છે. ફિલ્મ ના બીજા ટેકમાં આલિયા ના ખરાબ જોક્સ વિષે શાહરૂખ અને આલિયા વચ્ચે મીઠી નોકઝોક બતાવી છે. આ ફિલ્મને દર્શકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને જોવે પણ કેમ નહિ. કારણકે આમાં શાહરૂખ અને આલિયા કેમેસ્ટ્રી ખુબ જ સરસ બતાવી છે.

શાહરૂખનું રેડ ચિલીઝ એન્ટરટેનમેંટ અને ઘર્મા પ્રોડક્શન ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું નિર્દેશન ગૌરી શિંદે એ કર્યું છે. ‘ડીયર ઝીંદગી’ ના ‘ટેક 2’ ને શાહરૂખે પોતાના ટ્વીટરમાં રીલીઝ કર્યો છે. આ ફિલ્મ 25 નવેમ્બરે રીલીઝ થશે.

જ્યારે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલીઝ થયું હતું ત્યારે તેમાં શાહરૂખ આલીયા ને સમુદ્રમાં કબડ્ડી રમતા શીખવી રહ્યા હતા.

Comments

comments


5,768 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 − = 0