જોક્સ : ટીચરે સ્ટુડન્ટ ને પૂછ્યું તુ મોટો થઈને શું કરીશ?

maxresdefault

સાસુ (વહુને) : હવે તો ઊઠી જા હિરોઇન. જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો..

.

.

વહુ : રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!

********************

તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય?

 

પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે…

********************

એક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પૂછ્યું: ‘જો હું તારી સાથે લગ્ન કરું તો તું સિગારેટ પીવાનું છોડી દઈશ?’

બોયફ્રેન્ડ: ‘હા…..’

‘શરાબ…..?’

‘હા, એ પણ છોડી દઈશ.’

‘તારા દોસ્તારોની સંગત?’

‘છોડી દઈશ.’

‘એ સિવાય બીજું શું છોડી દઈશ?’

‘વિવાહ કરવાનો ઈરાદો.’

********************

પતિ : તારી સાથે લગ્ન કરીને કમસે કમ મને એક ફાયદો તો થયો?

પત્ની : (ખુશ થતા) – કયો ફાયદો?

પતિ : મને મારા ગુનાહ ની સજા આ દુનિયામાં રહેતા જ મળી ગઈ.

********************

એકવાર એક છોકરી એનો iphone 6s

એના પાકીટમાં લઈને જતી હતી…

ત્યાંજ ચાલતા ચાલતા એનો પગ ખાડામાં

પડ્યો અને ક્યાંક તૂટવાનો અવાજ

આવ્યો….

છોકરી દિલ થામીને બોલી

‘ભગવાન કરે હાડકું હોય…!!’

********************

ભૂરાને રાતના બાર વાગે છોકરીનો ફોન

આવે છે…

ભૂરો : હાલો.. કોણ?

છોકરી : હમ તેરે બિન અબ રહ નહિ સકતે

તેરે બીના ક્યાં વજૂદ મેરા…

ભૂરો હબાક દઈને ઉભો થઇને : હાલો… તમે

કોણ બોલો છો?

છોકરી : તુજ સે જુદા ગર હો જાયેંગે તો

ખુદ સે હી હો જાયેંગે જુદા…

ભૂરો ગળગળો થઈને : તું ખરેખર મારી હારે

લગન કરીશ….?

છોકરી : આ ગીતને તમારી કોલર ટ્યુનમાં

રાખવા ૮ દબાવો

બફ….. ખાટલા ના પાયા તૂટી ગ્યા….

********************

ટીચર : તુ મોટો થઈને શું કરીશ?

સ્ટુડન્ટ : લગ્ન

ટીચર : અરે નહિ, હું પૂછવા માંગું છુ કે

તુ મોટો થઈને શું બનીશ?

સ્ટુડન્ટ : વરરાજો

ટીચર : ઓહો…. મારો પૂછવાનો મતલબ એમ

છે કે તુ મોટો થઈને શું હાંસલ કરીશ?

સ્ટુડન્ટ : દુલ્હન

ટીચર : અરે બેવકૂફ, મારો મતલબ કે મોટો

થઈને મમ્મી-પપ્પા માટે શું કરીશ?

સ્ટુડન્ટ : વહુ લાવી આપીશ…

ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી

શું અપેક્ષા રાખે છે?

સ્ટુડન્ટ : પોત્રની

ટીચર : (માથે હાથ દઈને), હે ભગવાન, બે હું તને પૂછવા

માંગું છુ કે તારી જિંદગીનો મકસદ શું છે ?

સ્ટુડન્ટ : અમે બે, અમારા બે

Comments

comments


17,197 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 1 =