એક પોલીસવાળો પોતાના પુત્રને – તારુ રિઝલ્ટ સારુ નથી આવ્યુ ? આજથી તારુ રમવુ અને ટીવી જોવુ બંધ..
પુત્ર :- આ 100 રૂપિયા પકડો અને આ વાતને અહી જ દબાવી દો…
************************
રાહુલ એક વાર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે
અચાનક વરસાત ચાલૂ થઈ ગયો
ત્યાંથી એક છોકરી એ રાહુલને અવાજ લગાવીને
કહ્યું મારી પાસે છત્રી છે એમાં આવી જાઓ
રાહુલે કહ્યુ- નહી બહેનજી ઠીક છે
એમ કહીને રાહુલ ત્યાંથી ભાગી ગયો
Moral :- મોરલ વોરલ કઈ નથી
એ છોકરીના પગ ઉંધા હતા.
************************
ટીચર :- રાજૂ તારા ગણિતમાં 100માંથી 10 અંક આવ્યા છે
શર્મ નથી આવતી તને
શું ભણતર કરે છે તૂ
હું તારી ઉમરના હતો તો ગણિતમાં 100 માંથી 100 પૂરા માર્કસ આવતા હતા
રાજૂ :- સર તમારા ટીચર ગુણવાન હશે…
************************
છોકરા વાળા છોકરી જોવા ગયા..
છોકરી વાળા કહે ના હજુ અમારી છોકરી ભણે છે.
તો છોકરા વાળા કહે કે અમારો છોકરો કઈ નાનો નથી કે…..
તમારી છોકરીના ચોપડા ફાડી નાખે.
************************
એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી,
તેને જે સાડી પહેરી હતી તેના પર બહુબધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા.
એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો.
તે સ્ત્રી બોલી :- “કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે?
બાળક બોલ્યો :- “સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ.
************************
કરોડપતિ સાથે મુલાકાત…..
મુલાકાત લેનાર :- તમે કરોડપતિ બન્યા તેનો શ્રેય તમે કોને આપો છો?
કરોડપતિ :- હું તેની પાછળનો બધો શ્રેય મારી પત્નીને આપું છું….
મુલાકાત લેનાર :- Wow, તેની સાથે લગ્ન કર્યા પહેલા તમે શું કરતા હતા?
કરોડપતિ :- હું અબજોપતિ હતો……
************************
એકવાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા,
ઓફિસર :- નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ :- હું મારા એકાઉન્ટ માં જમા કરાવું છુ,
ફાટેલી હોય કે નવી તારે શું?