સામગ્રી
* ૨ કપ કાપેલી દુધી,
* ૧૧/૪ કપ પાણી,
* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,
* ૨ ટેબલ સ્પૂન સમારેલી કોબીજ,
* ૨ ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ,
* ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો,
* ૩/૪ કપ દહીં,
* ૧ કપ બાફેલા વટાણા,
* ૧ કપ બાફેલ ફ્લાવરના ટુકડા,
* ૧ ટેબલ સ્પૂન કાજુની પેસ્ટ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,
* ૧ ટેબલ સ્પૂન કોર્નફલોર,
* ૧/૪ કપ દૂધ,
* ૧ ટેબલ સ્પૂન ક્રીમ.
રીત
એક તવીમાં કાપેલી દુધી અને પાણી નાખીને ઢાંકણ ઢાકીને પાંચ સાત મિનીટ સુધી કુક થવા દેવું. હવે આને મિક્સરમાં પીસી લેવું. આ રીતે તૈયાર છે દુધીની પેસ્ટ. ત્યારબાદ શાક બનાવવા માટે તવીમાં ઓઈલ ગરમ થયા બાદ સમારેલી કોબીજ, લીલા મરચાની પેસ્ટ નાખીને મિક્સ કરવું. પછી તેમાં ગરમ મસાલો, દુધીની પેસ્ટ, દહીં નાખીને હલાવતા રહેવું.
ત્યારબાદ બાફેલા વટાણા, બાફેલ ફ્લાવરના ટુકડા, કાજુની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું અને ખાંડ નાખીને આ મિશ્રણને બરાબર ઉકળવા દેવું. પછી એક વાટકીમાં કોર્નફલોર અને દૂધને બરાબર મિક્સ કરીને આ મિશ્રણમાં નાખી મિક્સ કરવું. હવે આમાં ક્રીમ નાખી મિક્સ કરી બે મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર છે કોબીજ મટર.