જૂનાગઢના ગીરનાર ની તળેટી છે આધ્યાત્મિકતા નું કેન્દ્ર!!

gggg

ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે.  પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સૌથી ઊંચું છે. પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. ના અંતરે આવેલી છે.

દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષની પહેલી પૂનમ સુધીના દિવસો દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો તેમજ તેના શિખર ઊપર આવેલા મંદિરનો ઘંટ વગાડવાનો મહિમા છે.

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાઇ છે. ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે.

14_big

ગીરનાર આપણા ગુજરાતનો સૌથી ઉંચો આધ્યાત્મિક શિખર હોવાથી તે મહત્વપૂર્ણ યાત્રાધામો માંથી એક છે. ગીરનાર ના ભવ્ય ઊંચા પહાડ પર ‘શ્રી ગીરનાર જી’ બિરાજમાન છે. ગીરનાર સમુદ્રતળથી ૩૧૦૦ ફૂટ ઊંચાઈએ આવેલ છે.

ગીરનારની પરક્રિમા વખતે જંગલમાં યાત્રાળુઓની સુવિધા જાળવવા માટે વનકર્મચારીઓને તૈનાત કરાય છે. ગીરનારમાં હિંદુ ઘર્મ સિવાય જૈન ઘર્મ પણ સારી રીતે વિકસેલ છે. ગીરનાર પર્વતના અંતિમ શિખર પર ‘દત્તાત્રેય’ નું મંદિર છે.

લોકો દિવાળી માં અને દિવાળી પછીના સમયમાં આની પ્રદક્ષિણા કરવા માટે જાય છે. આ મંદિરની ૨૦૦૦ સીડીઓ ચડવી પડે છે.

Girnar-Mountain-Parvat-Junagadh-City-Saurashtra-Gujarat-posters-free

માનવામાં આવે છે આ તળેલી ની અંદર નાગા બાવા ઓ રહે છે જે દિવાળી દરમિયાન અને શિવરાત્રીના તહેવાર દરમિયાન વર્ષમાં એકાદ બે વાર બહાર નીકળે છે. ગીરનાર ની તળેટીઓ સુંદર લીલીછમ હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે.

ગીરનાર ના પહાડમાં ઘણા બધા મંદિરો આવ્યા છે. જયારે આની ચડાઈ કરીએ ત્યારે ‘બલદેવજી મંદિર’ આવે છે જેમાં દર્શન કરવા માટે તમારે ૪૦૦૦ સીડીઓ ચડવી પડે. જૂનાગઢ ની આધ્યાત્મિક તળેટીમાં ૧૫ મી સદી દરમિયાન ‘દામોદર કુંડ’ માં નરસિહ મહેતા સ્નાન કરવા ગયા હતા. તો આ પણ જોવાલાયક છે.

120210034857Junagath

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,764 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>